રાજપીપળા પુરોહિત ગેસ્ટ હાઉસના માલિકની સતર્કતાથી નિર્ભયા ટીમને વધુ એક સફળતા  

0
1176

નાબાલિક પ્રેમીની પૂછપરછમાં તેઓ નાસિકથી ભાગી વલસાડમાં રોકાણ કરી કામની શોધમાં રાજપીપળા આવ્યાનું કબલ્યું

નર્મદા પોલીસે તેમના વતનમાં તપાસ કરી ત્યાંની પોલીસને જાણ કરતા નાસિક પોલીસ રાજપીપળા આવવા નીકળી 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં નિર્ભયા સ્કોડની એક બાદ એક સારી કામગીરી થી લોકોમાં સ્થાન બનાવ્યું છે ત્યારે રોમિયોગીરી નાબૂદ કર્યા બાદ હાલ નિર્ભયા ટિમ દરેક ક્ષેત્ર માં કાયદાનું પાલન કરાવવા પગલાં લઈ રહી હોય હાલ નર્મદા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી નીર્ભયા ટીમ રોજ સતત પેટ્રોલીંગ કરીને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા સૌથી વધારે ભૂમિકા નિભાવી રહી છે

મંગળવારે સવારે નિર્ભયા ટીમના ઈન્ચાર્જ પીએસઆઇ કે કે પાઠક પર રાજપીપળા જૂની જેલ પાસે આવેલા પુરોહિત ગેસ્ટહાઉસના માલિક છગનભાઈ પુરોહિતનો ફોન આવા તેમના જણાવ્યા મુજબ તેમના ગેસ્ટહાઉસ ઊપર એક છોકરો અને છોકરી જે બંને નાબાલીક છે શંકાશીલ જણાઈ છે તેથી પીએસઆઇ કે કે પાઠક અને પીએસઆઇ એસ ડી પટેલ નીર્ભયા ટીમ સાથે પુરોહિત ગેસ્ટ હાઉસ ઊપર જઈ બંને ને મહિલા પો.સ્ટે લાવી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ બન્ને અખતવાડે ગામ જિલ્લો નાસિક મહારાષ્ટ્ર ના વતની છે જેમાં છોકરોનુ નામ પૄવીન હોય આ બંને તેમના ઞામથી ગત તારીખ 4/2/19 ના રોજ ભાઞી વલસાડ મા રોકાણ કર્યું ત્યારબાદ આ બંને પ્રેમી પંખીડાઓ કામ ની શોધમાં રાજપીપળા આવ્યા હતા જેથી નીર્ભયા સ્કોડ એ બંનેને ઝડપી વધુ તપાસ કરતા છોકરી ના પિતાએ નાસિક જિલ્લામાં આવેલ જયતખેડા પોલીસ સ્ટેશનમાં તારીખ 5/2/19 ના રોજ ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું હતું જેથી નર્મદા પોલીસે આ બંને અહીં હોવાનું જણાવતા ત્યાંની પોલીસ બંનેને લેવા માટે નાસિક મહારાષ્ટ્ર થી રવાના થઇ ગઈ હોવાનું પીએસઆઇ પાઠકે જણાવ્યું હતું નિર્ભયા ના પીએસઆઇ પાઠક તથા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ ડી પટેલ સાથે જાંબાઝ નીડર મહિલા પોલીસ તરૂલતાબેન, ભુમીબેન, શિલ્પાબેન, હેતલબેન, ભાવનાબેનની વારંવારની પ્રસંસનીય કામગીરીની નોંધ સરકારે પણ કરી છે ત્યારે નર્મદા પોલીસ માટે એ ગૌરવની વાત છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY