નર્મદાના એક પોલીસ સ્ટેશનના લોકઅપમાં મારામારી કરનાર બાપ દીકરાને કોર્ટે શું સજા ફટકારી..? વાંચો અહેવાલ

0
48

એક ચેપટર કેશમાં લોકઅપ માં મુકેલા બાપ દીકરા એ લોકઅપ માં રહેલા અન્ય એક  વ્યક્તિની પીટાઈ કરી બે દાંત પાડી નાખતા ફરિયાદ બાદ કોર્ટે બાપ દીકરાને એક વર્ષની સજા ફટકારી 

રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડિયાપાડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં ચેપટર કેશમાં મુકેલા બાપ દીકરા એ એકની પીટાઈ કરતા આ બાબતે ઈજાગ્રસ્ત વ્યક્તિએ ફરિયાદ કરતા કોર્ટે બન્ને ને સજા ફટકારી હતી .

પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા પો.સ્ટે.ના લોક અપમાં એક ચેપટર કેશમાં આવેલા બે આરોપીઓ પૈકી (૧) જેઠાભાઈ નાયકાભાઇ વસાવા તથા તેનો પુત્ર (૨) જયંતિ જેઠાભાઇ વસાવા એ ગત તા. ૨૪/૪/૨૦૦૯ ના રોજ દેડીયાપાડા પો.સ્ટે.ના લોક અપમાં મુકવામાં આવેલા ત્યાં લોકઅપ માં અન્ય એક વ્યક્તિ ગુમાનભાઈ વસાવાને તેમણે જણાવેલ કે તું કેમ જંગલની જમીન ખેડવા માંગે છે તેવુ કહી બિભત્સ ગાળો બોલતાં હોઇ જેથી ગાળો બોલવાની ના પાડતાં બાપ દીકરા એ ઉશ્કેરાઇ જઇ ગુમાનને મોઢાના ભાગે મુઢ માર મારતાં ગુમાન ઓલીયાભાઇ વસાવાનાં બે દાંત પાડી દેતા ઇ.પી.કો. કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ તેમની સામે ક્રિમીનલ કેસ નોંધયો હતો ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નગીનભાઇ તડવીની દલીલો માન્ય રાખી (૧) જેઠા નાયકા ભાઇ વસાવા (૨) જયંતિ જેઠાભાઇ વસાવા બંને રહે.ચુલીગામ,તા. ડેડીયાપાડાને ક્રિ. પ્રો.કોડની કલમ ૨૪૮ (૨) અન્વયે ઇ.પી.કો. કલમ ૩૨૫, ૩૨૩ અને ૧૧૪ મુજબના ગુના સબબ એડીશનલ ચીફ જ્યુડીશયલ મેજીસ્ટ્રેટ, ડેડીયાપાડાએ તકસીરવાર ઠરાવી ઇ.પી.કો. કલમ ૩૨૫ ના ગુના માટે ૧ વર્ષની સાદી કેદ અને રૂ.૨૫૦૦/- નો દંડ ફટકારી જેલ ભેગા કર્યા હતા .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY