ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના એ આગમી દિવસોમાં લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ અનુસંધાને આદર્શ આચારસંહીતા અમલમાં હોય જે અન્વયે જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાય રહે તે હેતુથી દારૂ-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના તથા એલ.સી.બી ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન. ઝાલાનાઓના સીધા માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક સાહેબ નાઓ તરફથી પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા આપેલ ડ્રાઇવ અનુંસંધાને પો.સ.ઇ .એ.એસ.ચૌહાણની ટીમ પ્રોહી ગુના શોધી કાઢવા અંગે પેટ્રોલિંગમાં હતી દરમ્યાન પો.કો.જયેશભાઇ ને તથા પો.કો.વિશાલભાઇ ને બાતમી હકિકત મળેલ કે ભરૂચ દાંડીયાબજાર ખત્રીવાડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની એક્ટીવા મારફતે સગેવગે થતી હોવાની મળેલ ચોક્કસ બાતમી આધારે રેઇડ કરી એક્ટીવા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “એ”ડીવી પો.સ્ટે.સોંપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





