તિલકવાડાના દંપતી એક્ટિવા લઈને ડભોઇ કામ અર્થે જતા હતા અને રસ્તે કાળ ભેટી ગયો
રાજપીપળા : તિલકવાડાનું દંપતી એક્ટિવા લઈને ડભોઇ કામ અર્થે ગયું હતું ત્યારે બુંજેઠા ગામ પાસે સામેથી આવતા ટેમ્પાની ટક્કરે અકસ્માત થતા દંપતી ફંગોળાઈ ગયું જેમાં પતિનું મોત નીપજ્યું જયારે પત્નીની હાલત ગંભીર છે.
તીલકવાડા કન્યા શાળા પાસે રહેતા રાકેશ બકોર સોલંકીના મામા ધર્મેદ્ર સોલંકી અને મામી કમળાબેન ડભોઇ કોઈ કામ અર્થે પોતાની એક્ટિવા લઇને જતા હતા જેમાં તિલકવાડાના બૂંજેઠા ગામ પાસે એક આઇસર ટેમ્પાનો ચાલાક પૂર ઝડપે રોન્ગ સાઈડ આવી એક્ટિવા પર સવાર ધર્મેંન્દ્રભાઇ તથા તેમની પત્ની કમળાબેન બન્ને ને અડફેટે લઇ ફંગોળી દીધા જેમાં કમળાબેનને પગે ઘુંટણના ભાગે તથા માથાના કપાળના ભાગે
ગંભીર ઈજાઓ પહોંચી જયારે ધર્મેંન્દ્રભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા બન્ને ને સારવાર માટે તિલકવાડા આરોગ્ય કેન્દ્ર માં લઇ જવાયા જ્યાં માથામાં ગંભીર ઇજાઓને કારણે ધર્મેન્દ્રભાઈ નું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું આ બાબતે તિલકવાડા પોસઈ એ.એસ.વસાવા એ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




