રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન અલ્કેસસિંહ ગોહિલના રજપૂત ફળિયાના નિવાસસ્થાને કુળદેવીમા હરસિધ્ધિની કૃપાથી પવિત્ર ચેત્ર માસમાં ચૈત્ર સુદ-૧૨ ને મંગળવાર ના રોજ મા જગદંબાની ઉપાસના નિમિત્તે ચંડીપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શહેરના વડીલો આગેવાનો અને પાલિકા કર્મચારીઓ સહીત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્તિથ રહ્યા હતા આ ચંડીપાઠ માં 21 બ્રામ્હણૉ દ્વારા 100 ચંડીપાઠ કરાવવામાં આવ્યા હતા. આ ચંડીપાઠ અલ્કેશસિંહ ગોહિલના સુપુત્ર કુલદીપસિંહ ગોહિલે બ્રામ્હણોની વિધિ અનુસાર કર્યા હતા. એ રીતે જપાત્મક શતચંડીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




