ગરુડેશ્વરમાં લગ્નમાં જતા વ્યક્તિનું અકસ્માતમાં મોત થતા લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો 

0
15

ગરુડેશ્વરના માથાવાડી થી ફૂલવાડી ગામે સંબંધીના લગ્નમાં જતા વ્યક્તિને અકસ્માત નડ્યો 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ફૂલવાડી ચોકડી પાસે અકસ્માત માં બાઈક પર લગ્નમાં જઈ રહેલા વ્યક્તિનું મોત થતા ગમગીની ફેલાઈ હતી .

પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામમાં રહેતા ગણપતભાઇ દલસુખભાઇ તડવી પોતાની બાઈક નં જીજે 22 જે 8778 લઈ નજીકમાં આવેલા ફૂલવાડી ગામમાં એક સંબંધીને ત્યાં લગ્નમાં જવા નીકળ્યા હતા એ સમયે ફૂલવાડી ચોકડી પર થી ગામ તરફ જવાના રોડ તરફ વળવા જતા પાછળ આવતી ફોર વીલ એસન્ટ ગાડી નં. જીજે 5 સીઈ 3803 ના ચાલક ધીરભાઇ જીવાભાઇ તારપરા રહે ઉમરા ગામ તા.સાયણ જી.સુરત નાએ પોતાની ગાડી પુરઝડપમા હંકારી લાવી મોટર સાયકલની પાછળ ટકકર મારતા ગણપતભાઇ ફેકાઇ જતા તેમને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતા તેમનું મોત થતા સંબંધીને ત્યાં લગ્નની ખુશી માતમ માં ફેરવાઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY