ભાજપ લોકસભા ઉમેદવાર વિનોદ ચાવડાનો ગાંધીધામ-ભુજ મધ્યે સંમેલન

0
63

ખુલ્લી પારદર્શી પ્રણાલીઓ આધારિત સરકાર જન હિતેષી સુશાસન,આધુનિક ભારત માટે, ફલતી ફૂલતી,કૃષિ,કાર્યશીલ યુવા- મહિલાઓની ભાગીદારી,વૈશ્વિક પ્રતિ સ્પર્ધી અર્થ વ્યવસ્થા માટે મતદાન અવશ્ય કરો. આપનો એક મત અમુલ્ય છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત માટે ભાજપા સંકલ્પબધ્ધ છે. દેશના વિકાશ માટે મોદીજી ને ફરી તક આપો જેથી તેમણે સેવેલા સપના, શરૂ થયેલ વિકાશ કાર્યોને વેગ મળે માટે ‘કમળ’ને મત આપી ભાજપાને વિજયી બનાવવાની અપીલ ભાજપાના કચ્છ લોકસભા ઉમેદવાર શ્રી વિનોદ ચાવડાએ કરી હતી. ગાંધીધામ-આદિપુર રોજગાર નોકરી અર્થે વસવાટ કરનાર પર પ્રાંતિયો,શીખ સમુદાય,મલયાલમ સમાજ,વિવિધ સામાજિક સંગઠનો,સિંધી સમુદાયના અગ્રણીઓ સાથે બેઠકો યોજવામાં આવી હતી. રેલીનું આયોજન કરવામાં આવેલ તથા ઘણા શુભેચ્છકોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી,ડો. ભાવેશ આચાર્ય, મોમાયા ગઢવી,પુનિત દૂધરેચિયા, સુરેશ શાહ,મધુકાન્ત શાહ, કુલદીપસિંહ વગેરેની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવેલ.

જ્યારે વિરામ હોટલ ભુજ ખાતે કાર્યકર મિલન તેમજ ડોકટરઓ, વકીલો,એન્જીનિયરો તેમજ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે બૌધિક ચર્ચા માટે સમેલન યોજવામાં આવેલ.

ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY