બે બાઈક વચ્ચે ટક્કર થતા ત્રણના મોત એક ઘાયલ
નર્મદા, તા.૨૨
નર્મદા જિલ્લાના હેલંબી ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતાં ૩ યુવાનોના મોત નીપજ્યા છે. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે. ઘટનામાં મૃતક યુવકો કામેથી બહાર ગયા હતા જેઓ કામ પતાવી ઘરે પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન રસ્તામાં તેઓને કાળ ભેટ્યો હતો. ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક વિગત પ્રમાણે નર્મદાના પ્રતાપપુરા ગામના યુવાનો પોતાનું કામ પૂર્ણ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી આવી બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવાન ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેના હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.તો સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ભાજપ યુવા મોરચાની રેલીમાં ભાગ લઇને આવી રહેલા યુવકોની બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક યુવાનનું રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અને એક યુવાનનું વડોદરાની હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવા મોરચાના કાર્યકરને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





