નર્મદા જિલ્લામાં મતદાન શાંતિપૂર્ણ સંપન્ન

0
83

નાંદોદમાં અંદાજે ૭૬ ટકા અને દેડીયાપાડામાં અંદાજે ૮૪ ટકા સાથે નર્મદા જિલ્લામાં સરેરાશ ૮૦ ટકા મતદાનનો પ્રાથમિક અંદાજ

શાંતિપૂર્ણ મહત્તમ-વિક્રમી મતદાન બદલ મતદાતાઓ-જિલ્લાવાસીઓ પ્રત્યે જાહેર આભારની લાગણી વ્યક્ત કરતું જિલ્લા ચૂંટણીતંત્ર

રાજપીપળા : નર્મદા જિલ્લામાં આજે યોજાયેલી લોકસા સામાન્ય ચૂંટણીઓનાં ભાગરૂપે લોકશાહીનાં આ મહાપર્વમાં નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં યોજાયેલું મતદાન કોઇપણ અનિચ્છનીય ઘટના વિના શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હોવાનાં અહેવાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલ તરફથી પ્રાપ્ત થયાં છે.

નર્મદા જિલ્લામાં આજે છોટાઉદેપુર સંસદીય બેઠકની ચૂંટણી માટેનાં નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજે ૭૬ ટકા અને ભરૂચ સંસદીય મતવિસ્તારની બેઠકની ચૂંટણી માટેના દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં અંદાજે ૮૪ ટકા જેટલાં વિક્રમી મતદાન સાથે નર્મદા જિલ્લાનું એકંદરે સરેરાશ ૮૦ ટકા મતદાન નોંધાયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. આજે નર્મદા જિલ્લામાં યોજાયેલા શાંતિપૂર્ણ મતદાનની સાથોસાથ સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો વોટર્સ-ટર્ન-આઉટ રેશિયોમાં એટલે કે મતદાનની ટકાવારીમાં ગત લોકસભાની ચૂંટણીની જેમ આ વખતે પણ જિલ્લો અગ્રેસર રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરી જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે જિલ્લામાં થયેલાં શાંતિપૂર્ણ અને વિક્રમી મતદાન બદલ જિલ્લાના સૌ મતદાર ભાઇ-બહેનો સહિત તમામ જિલ્લાવાસીઓને અભિનંદન પાઠવી જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી જાહેર આભારની લાગણી વ્યક્ત કરાઇ છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY