ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીધામમાં કુલ 58 ટકા મતદાન થયુ

0
33

લોકશાહીનો સૌથી મોટું પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે કચ્છ લોકસભાની બેઠક માટે ગાંધીધામ ખાતે મતદારો પોતાના ઉમેદવાર ને જીતાડવા જુસ્સો જોમ દેખાતો હતો, કાયકરો માં ઉત્સાહ જોવા મળયો હતો, વહેલી સવારથી ભાઇઓ-બહેનોની લાંબી કતારો જોવા મળી હતી, રાજકીય પક્ષના કાર્યકરોએ ઉમેદવારોને જીતાડવા સીટ કબજે કરવા એડીચોટી નું જોર લગાવ્યું હતું લોકોએ લોકશાહી પર્વની ઉજવણી કરી હતી,ગાંધીધામ ના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મધુકાન્તભાઈ શાહ, ભરતભાઈમીરાની, રાજેશભાઈ, રાજીવશમૉ, જગદીશ ઠક્કર, શૈલેશભાઈ પુજાર સહીતના લોકો મતદાન કરયુ હતુ, અને લોકો ને લોકશાહી ના પવૅ મતદાન કરવા અપીલ કરી હતી,ચૂંટણીમાં મતદાન કરવા માટે અપંગો વૃદ્ધો તેમજ મહિલાઓ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું સમગ્ર ગાંધીધામ શાંતિપૂર્ણ મતદાન થયુ હતુ,
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગાંધીધામ પોલીસ,પેરામિલિટરી ફોર્સ ના જવાનો ખડેપગે દિવસભર પેટ્રોલિંગ કરી બંદોબસ્ત કરવામાં આવ્યો છે
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY