નર્મદા ડેમનું પાણી છેક કચ્છ સુધી આપવામાં આવે છે પરંતુ નર્મદા વાસીઓને જ સિંચાઈ કે પીવાનું પાણી ન મળતા દિવા તળે અંધારા જેવી સ્થિતિ છે.
રાજપીપળા : નર્મદા જિલ્લામાં 2 મોટા ડેમ આવેલ છે જેમાય ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ અને બીજો મધ્યમ કરજણ ડેમ પરંતુ હાલ ઉનાળાની આકરી ગરમીમાં લોકોને પીવાનું પાણી અને સિંચાઈ માટે પાણી ન મળતા પ્રજા પરેશાન છે ત્યારે બીજી બાજુ આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતા ગુજરાત માટે સારા સમાચાર પણ કહેવાય જોકે નર્મદા ડેમનું પાણી છેક કચ્છ સુધી આપવામાં આવે છે પરંતુ નર્મદા વાસીઓને જ સિંચાઈ કે પીવાનું પાણી ન મળતા દિવા તળે અંધારા જેવી સ્થિતિ છે.
ભર ઉનાળે નર્મદા ડેમથી એક સારા સમાચાર ગુજરાતને મળી રહ્યા છે.ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં ભર ઉનાળે પાણીની સપાટી 119.21 મીટર થઈ છે.જે છલતીથી 2 જ મીટર દૂર છે.હાલ ડેમમાં પાણીનો જથ્થો 1105 મિલિયન ક્યુબીક મિટર જથ્થો મોજુદ છે.પાણીની આવક હાલ 8405 યુસેક્સ નોંધાઇે.
ઉલ્લેખનીય છે કે,ગત વર્ષે 25 ફેબ્રુઆરીના રોજ પાણીની સપાટી 104.45 મીટર હતી જેથી હાલ ગત વર્ષ કરતા ડેમમાં પાણીની સપાટી 14.76 મીટર વધારે છે.અને પાણીની સપાટી માત્ર 631 ક્યુસેક્સ હતી.ગત ફેબ્રુઆરીએ જે ડેમની સપાટી 110.64 મિટરથી નીચે જતા ડેમમાં લાઈવ સ્ટોક પાણીનો જથ્થો પૂર્ણ થઈ ગયો હતો.એટલે કહી શકાય કે, ગત વર્ષ જ નહીં પણ છેલ્લા 4 વર્ષમાં આટલી સારી સ્થિતિ પહેલી વાર બની છે.જોકે ઉનાળામાં પાણીની આવક થવાનું કારણ તો એ છે કે, સરદાર સરોવર ડેમનાં ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં આવેલ ઈન્દિરાસાગર ડેમમાં થી નિયમોનુસાર ચોમાસા પહેલા રુલ લેવલ જાળવવા માટે જળ વિદ્યુત મથક શરૂ કરાતા 10,325 ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું હતું.ઈન્દીરાસાગર ડેમમાં હાલ પાણીની સપાટી 253.46 મીટર છે. ઈન્દિરાસાગર ડેમમાં હાલ 3496 મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહાયેલુ છે.નર્મદા જળવિવાદ પંચના ચુકાદા મુજબ 1 જુલાઇથી 30 જૂન સુધી 10,000 mcm પાણીનો જથ્થો સરદાર સરોવરને મળવાપાત્ર છે.જેથી આગામી 2 મહિના સુધી પાણી છોડાતું રહેશે ત્યારે આવતા પ્રવાસીઓ પણ માને છેકે આજના દિને પાણીની સપાટી જોતા ગુજરાતને સિંચાઈ અને પીવાના પાણીની તંગી નહીં વર્તાય એ વાત ચોક્કસ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




