ગરુડેશ્વર માર્ગ ઉપર બે અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત

0
258

તાલુકા પંચાયત પાસે એક રાહદારીને ઈકો ગાડી એ અડફેટમાં લેતા મોત જયારે કોયારી ચોકડી પાસે હોટલમાં જમી પરત ફરતા ઈકોના ચાલકે ગાડી પલટી ખવડાવતા મોત

રાજપીપળા : નર્મદા જિલ્લામાં એક અઠવાડિયામાં અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે ત્યારે ગુરુવારે વધુ બે વ્યક્તિઓ ના અકસ્માતમાં મોત થયા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગુમાનભાઇ મનસુખભાઇ તડવી રહે, ઝરીયા,તા.ગરુડેશ્વર ગતરોજ રોડ ઉપરથી ચાલતા આવતા હતા તે વખતે તાલુકા પંચાયતની સામે ક્રિષ્ના હોટલ તરફથી એક અજાણ્યા ઇકો ગાડીના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે હંકારી રોડની સાઇડમાં ચાલતા ગુમાનભાઇ સાથે અથાડી એક્સિડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઇજા કરતા તેમનું મોત થયું હતું ત્યારબાદ અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હતો .

બીજો અકસ્માત ગરુડેશ્વરની કોયારી ચોકડી પાસે બન્યો જેમાં મૂળ કાંચીપુરમના અને હાલ રહે.રીવરડેલ હોટલ, ગભાણા તા. ગરુડેશ્વરના પુગેઝેંધી બાલુ અરસપ્પન અન્ય સાથે પોતાની ઈક્કો ગાડી નં GJE6873ની લઈ હોટલ યુનીટીમાં જમવા માટે ગયેલા અને જમીને કેવડીયાથી ડભોઈ તરફ જતા કોયારી ચોકડી પાસે પોતાની ઈક્કો ગાડી પુર ઝડપે હંકારી ગાડી પલ્ટી ખવડાવી પોતાને તથા અંદર બેઠેલા બીજા લોકોને ગંભીર ઈજા પોહચાડી તથા પોતાની ગાડીનુ નુકશાન કરી પોતાનુ સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કરતા આ બંને બનાવોમાં ગરુડેશ્વર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.તપાસ ગરુડેશ્વર પીએસઆઇ એમ.બી વસાવા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY