હાલ ડેમની સપાટી 119.50 પર પોંહચી ઉપરવાસ માંથી 8270 ક્યુસેક પાણીની આવક
જો ચોમાસુ સારું રહેશે તો આ સીઝન RBPH પાવર હાઉસ ધમધમતું રહેશે : કરોડોનું વીજ ઉત્પાદન થશે.
રાજપીપળા : સરદાર સરોવર નર્મદા બંધમાં હાલ પાણીની આવક સારી થઇ રહી છે કેમકે ઉપરવાસમાં આવેલ ઇન્દિરા સાગર અને ઓમકારે્વર ંને ડેમો માં જળસપાટી સારી છે અને હવે માત્ર દોઢ મહિનો ઉનાળાને રહ્યો છે અને સંગ્રહિત જળ રાશીને હવે ખર્ચ કરી વધુ વીજળી ઉત્પાદન કરવા મધ્યપ્રદેશ સરકાર પ્રયાસ કરી રહી છે એટલે ખાલી થયેલા ડેમમાં વરસાદી પાણીનો ભરાવો થઇ શકે માટે આ ટર્બાઈનો ચાલુ થતા ઉરવાસમાંથી પાણીની આવક થઇ રહી છે. જોકે ગુજરાત સરકાર માટે સારા સમાચાર કહી શકાય પરંતુ હવે જો ખેડૂતોને સિંચાઈ માટે પાણી જોઈતું હોય તો આપવાની શરૂઆત કરી દેવી જોઈએ એમ પણ રોકડીયા પાક કરતા ખેડૂતોની માંગ છે કે નર્મદાનું પાણી એમને જલ્દી મળે પરંતુ સરકાર પાણી છોડતી નથી.
ઉપરવાસના ઇન્દિરા સાગર ડેમમાં પાવર હાઉસ ચાલુ કરાતા પાણીની આવક થતા, હાલ ડેમમાં 1100 mcm (મિલયન ક્યુબીક મીટર) પાણી નો લાઈવ સ્ટોરેજ જથ્થો હયાત છે, ગત વર્ષ કરતા ચાલુ વર્ષે દસ ઘણું પાણી છે.એટલે ચાલુ વર્ષે સિંચાઈ અને પીવાના પાણીની તંગીને પહોંચી વળવા ડેમ આજે સક્ષમ છે બસ સરકાર દ્વારા પાણીનું વિતરણ વ્યવસ્થિત થવું જોઈએ. હાલ નર્મદા કેનાલમાં 8200 ક્યુસેક જેટલો પાણીનો જથ્થો છોડવામાં આવી રર્હ્યો છે. જે સીધો કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી જાય છે ત્યારે હવે ખેડૂતોને આપવામાં આવે એ બાબતે પણ સરકારે વિચારવું જોઈએ.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




