મુંબઈ,તા.૩૦
સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ના ‘સ્લો મોશન’ સોન્ગ બાદ બીજું સોન્ગ ‘ચાસણી’ રિલીઝ થવાનું છે. ‘ચાસણી’ સોન્ગનું ટીઝર સલમાને રિલીઝ કરતાં લખ્યું કે, આ ઈદ ‘ઇશ્ક મીઠા હૈ’. આ સોન્ગમાં સલમાન કેટરીના કૈફ સાથે રોમાન્સ કરી રહ્યો છે. જ્યારે ‘સ્લો મોશન’ સોન્ગમાં સલમાન દિશા પટની સાથે રોમાન્સ કરતો દેખાયો હતો. ‘ભારત’ ફિલ્મ ઈદ પર ૫ જૂને રિલીઝ થવાની છે.
આ સોન્ગને વિશાલ અને શેખરે કમ્પોઝ કર્યું છે અને અભિજીત શ્રીવાસ્તવે આ સોન્ગ ગાયું છે. અભિજીતે અગાઉ ‘અંધાધુન’ ફિલ્મનું ‘આપ સે મિલકર’ સોન્ગ ગાયું હતું. ચાસણી સોન્ગમાં ‘ભારત’ અને ‘કુમુદ’ સાથે દેખાઈ રહ્યા છે. આ સોન્ગની કોરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. વિશાલ-શેખરે અગાઉ સલમાનની ફિલ્મ ‘સુલતાન’ના સોન્ગ ‘જગ ઘૂમેયા’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ના સોન્ગ ‘દિલ દિયાં ગલ્લાં’ માટે પણ મ્યુઝિક આપ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





