રાજપીપળા ખાતે મહાપ્રભુજીના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી

0
253

રાજપીપળા ખાતે મંગળવારે મહાપ્રભુજીના પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

રાજપીપળા :૧૬મી સદીના પ્રારંભે વિધર્મીઓના અતિક્રમણવાદ સામે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા અને પાલન અસંભવ જણાતા હતા ત્યારે દક્ષિણના તૈલંગ પ્રાંતનાં એક બ્રાહ્મણ પરિવારમાં દિવ્ય બાળકનો જન્મ થયો. શ્રી વલ્લભ નામધારીએ બાળકે ૧૧ વર્ષની વયમાં જ સમગ્ર વેદશાસ્ત્રો, ઉપનિષદોનું અધ્યતન કરી વિશ્વને પુષ્ટિમાર્ગના પ્રવર્તન સાથે સેવા અને બક્તિ દ્વારા પરબ્રહ્મ શ્રીકૃષ્ણની પ્રાપ્તિ માટેનો માર્ગ સુચવ્યો જે પુષ્ટિમાર્ગ કહેવાયો અને એના પ્રવર્તક શ્રી વલ્લભ મહાપ્રભુજી કહેવાયા. જગતગુરૂ વલ્લભચાર્ય મહાપ્રભુજીનો 543મો પ્રાગટય ઉત્સવ આજે તા-30 એપ્રિલ નાં રોજસમસ્ત વૈષ્ણવ વણીક સમાજ રાજપીપળા તથા શ્રીનાથજી મંદિર ટ્રસ્ટ રાજપીપળા દ્વારા ધામધૂમથી ઉજવાયો

રાજપીપળામાં શ્રીનાથજી હવેલી ટ્રસ્ટ તથા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા સવારે ૬.૩૦ વાગ્યે રાજપીપળા શ્રીનાથજી હવેલી ખાતેથી ભવ્ય પ્રભાત ફેરી યોજાઈ હતી જેમાં વૈષ્ણવોએ ભાગ લીધો આ પ્રભાતફેરી રાજપીપળાના રાજમાર્ગો પર અનેરું આકર્ષણ જમાવ્યું હતું.તથા સાંજે 6 કલાકે ભવ્ય શોભાયાત્રામાં આચાર્યો, કળશધારી બહેનો,કિર્તન મંડળીઓ જોડાઈ હતી.કિર્તનો તથા રાસની રમઝટ વચ્ચે વાજતે ગાજતે શોભાયાત્રા શ્રીનાથજી હવેલી થઇ દોલતબજાર સ્ટેશનરોડ જૂની પોસ્ટઓફિસ દરબાર રોડ થઈને હવેલીએ પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો જોડાયા હતા .

આ રીતે આજે ચૈત્ર વદ ૧૧ મહાપ્રભુજીના પ્રાગટય દિવસની ઉજવણી કરવામાં આવી.તથા મહાપ્રસાદ ૮.૩૦ કલાકે રાત્રે વધાઈ કિર્તન સહિત આયોજન પણ હાથ ધરાયુ હતું જેમાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઈ ગાંધી, નિલેશ મઢીવાળા, શિવાની મહેતા, અમર મહેતા, સહીત કારોબારી સભ્યો તથા વૈષ્ણવ હવેલી ટ્રસ્ટના તમામ વૈષ્વજનો એ ઉત્સાહભેર ભાગ લીધો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY