નર્મદા જિલ્લા ફેર પ્રાઈસ એસીસીએસન દ્વારા જથ્થો સમયસર ન મળતો હોવાની રજુઆત 

0
17

જિલ્લાની આંગણવાડી,મધ્યાહ્નન ભોજન અને જાહેર વિતરણ વ્યવસ્થા માં સરકારના પરિપત્ર મુજબ જથ્થો ન પહોંચતા મુશ્કેલી ઉભી થતી હોવા બાબતે લેખિત રજુઆત કરાઈ 

રાજપીપળા : નર્મદા જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા પુરવઠા નિગમ નર્મદાના વાંકે ખોરંભે ગઈ હોય આ બાબતે નર્મદા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન દ્વારા રજુઆત કરવામાં આવી છે .

રજુઆતમાં જણાવ્યું છેકે નર્મદા જિલ્લામા આદિવાસી વિસ્તાર હોય ગરીબ જનતાને સમયસર એપ્રિલ માસનો જથ્થો મળ્યો નથી સાથે જિલ્લાની 11 જેવી વ્યાજબી ભાવની દુકાન ઉપર આ જથ્થો હજુ પહોંચ્યો નથી અગાઉ પણ આ બાબતના અહેવાલ વર્તમાનપત્રોમાં આવ્યા છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર કે ડીએસડી પુરવઠા નિગમ અધિકારીઓ હજુ કુંભકરણની નિંદ્રા માં હોય જેઓને જગાડવાનું કામ કોણ કરશે…? જિલ્લાના વડા કે સત્તાધારી પક્ષ કે વિરોધ પક્ષ સહિત અન્ય સંસ્થાઓ કરશે કે જવાબદાર અધિકારીઓ…? ગરીબ આદિવાસી બીપીએલ અંત્યોદય રેશનકાર્ડ ધારકો પુરવઠાના જથ્થાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ બાબતની રજૂઆત જિલ્લાના એફપીએસ (ફેર પ્રાઈઝ શોપ એસોસીએશન ) ના પ્રતિનિધિઓ એ જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારને આ બાબતે લેખિત રજુઆત કરી છે ત્યારે અધિકારીઓ શું કરે છે એ જોવું રહ્યું .

આમ તો સરકારના પરિપત્ર મુજબ 15 તારીખથી એડવાન્સ જથ્થો આગામી માસનો 50% જથ્થો 100% દુકાન પર પહોંચવો જોઈએ અને 1 લી તારીખથી રેસન કાર્ડ ધારકો જથ્થા થી વંચિત ના રહે એમ હોવા છતાં હાલ નર્મદા જિલ્લાની સ્તિથી એવી છે કે એપ્રિલ માસનો જથ્થો અંતિમ તારીખ હોવા છતાં 50% જ જથ્થો દુકાન પર પહોંચ્યો છે પણ ગ્રાહકોને મળ્યો નથી જયારે મેં માસ માં જથ્થા માટે નર્મદા જિલ્લાની 100% દુકાન જથ્થા થી વંચિત છે આ બાબતે અધિકારીઓ એક બીજા પર ટોપલા ઢોળી પોતે છટકવા પ્રયાસ કરી કોન્ટ્રાક્ટરને છાવરતા હોય એમ લાગે છે ત્યારે કોના ઈશારે લૂલો બચાવ થઈ રહ્યો છે…? જિલ્લા કલેક્ટર આ બાબતે તપાસ કરે એવી માંગ ફેર પ્રાઈઝ એસોસિયેશન દ્વારા કરાઈ છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY