અનેક અટકળો બાદ જાણવા મળ્યું કે રાજપીપળા પાલિકાના ચીફ ઓફિસર ક્યાં છે….

0
86

રાજપીપળા પાલિકાના ચીફ ઓફિસર માંદગીની રજા પર ઉતર્યા હોવાની માહિતી

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા ઘણા દિવસોથી કચેરીમાં હાજર ન રહેતા અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું .

રાજપીપળા નગર પાલિકાના કડક છાપ ધરાવતા ચીફ ઓફિસર અમિત પંડ્યા અચાનક પાલિકા કચેરીમાં નહીં આવતા હોવાથી ક્યાં ગયા એ બાબતે અનેક અટકળો ચાલી હતી ત્યારે આ બાબતે ખુદ પાલિકા પ્રમુખ જીગીશાબેન ભટ્ટ પણ અજાણ હતા જયારે અમુક સ્ટાફ દ્વારા અલગ અલગ વાત જાણવા મળી જેમાં કોઈક બીમાર છે એમ કહેતું હતું તો કોઈક હવે નહીં આવે જેવી અનેક અટકળો સામે આવી હતી ત્યારબાદ અંતમાં બીમાર હોવાનું કારણ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું પરંતુ આ બાબતે કોઈ સ્યોર ન હોય આખરે મ્યુનિસિપલ કમિશનર દક્ષિણ ઝોન,સુરતનો સંપર્ક કરતા સાચી હકીકત જાણવા મળી હતી કે અમિત પંડ્યા માંદગીની રજા ઉપર ગયા છે હોય હાલ એમની જગ્યા પર અન્ય ચીફ ઓફિસરને ચાર્જ આપવામાં આવ્યો છે .

અમિત પંડ્યાનો બે દિવસ પેહલા માંદગી રિપોર્ટ મળ્યો છે : અમિત અરોરા,મ્યુનિસિપલ કમિશનર દક્ષિણ ઝોન,સુરત.

સુરત સ્થિત દક્ષિણ ઝોનના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે રાજપીપળા પાલિકા ચીફ ઓફિસર અમિત પંડ્યાનો લિવ રિપોર્ટ બે દિવસ પેહલા જ અમને મળ્યો છે.એમની આંખોનું ઓપરેશન કરવાનું હોવાથી એમના મેડિકલ રિપોર્ટ મુજબ એની રજા મંજૂર કરાઈ છે,એમની જગ્યાએ તરસાલી પાલિકા ચીફ ઓફિસરને રાજપીપળા પાલિકાનો ચાર્જ અપાયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY