પરણિત હોવા છતાં યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધવા પાગલ બનેલા પ્રેમીએ યુવતીનું ઘર સળગાવ્યું  

0
298

સાગબારા તાલુકાના ધવલીવેર ગામના પરણિત પાગલ પ્રેમીએ લગ્નમાં ગયેલ યુવતીના ઘરમા ઘૂસી 60 હજારનું નુકશાન કર્યું 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર ગામમાં રહેતી એક યુવતી પાછળ પાગલ થયેલા પરણિત પ્રેમીએ યુવતીના ઘરમાં ઘૂસી નુકસાન કરતા ફરિયાદ થવા પામી છે .

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ના ગંગાપુર ગામમાં રહેતા ગુરજીભાઇ ગંભીરભાઇ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ સાગબારા તાલુકાના ધવલીવેર ગામમાં રહેતો પરણિત જયેશભાઇ સતુભાઇ વસાવાના લગ્ન થઇ ગયેલ હોઇ જેથી ગુરુજીભાઈ એ પોતાની દીકરીને જયેશ સાથે પ્રેમ સબંધ રાખવાની ના પાડી દિધેલી જેની રીસ રાખી આ જયેશ એ આજથી ત્રણેક માસ પહેલા રાત્રીના સમયે વારંવાર ફરીયાદી ઘરનો દરવાજો ખખડાવી નાસી જઇ ફરીયાદીને હેરાન કરતો હતો.અને આજ કારણોસર ગઇ કાલે ગુરુજીભાઈ તેમના ઘરના બધા સભ્યો સાથે લગ્નમા ગયેલા ત્યારે જયેશ ગુરુજીના ઘરમા ઘૂસી નુકસાન કરી હેરાન કરવાના ઇરાદે ફરીયાદીના ઘરમા રાખેલ તિજોરી ખોલી તેમા રાખેલ બધાના કપડા, અગત્યના ડોક્યુમેન્ટ,દીકરીનું એલ.સી.,માર્કશીટ,પ્રમાણપત્રો, પાસબુક અને તિજોરીમા મુકેલા રોકડા રૂ.૨૭,૦૦૦/- તથા તિજોરી ની બાજુમા રાખેલ ટેબલ ફેન,લાકડાનો પલંગ તથા તેની પર રાખેલા ગોદડા સળગાવી દઇ આસરે કૂલ રૂપીયા ૬૦,૦૦૦/- જેટલુ નુકસાન કરતા આખરે ગુરુજીએ આ બાબતે ડેડીયાપાડા પોલીસમાં જયેશ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY