તિલકવાડા તાલુકામાં પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા જુગારના અડ્ડા બંધ કરવા સરપંચ સંઘની કલેક્ટરને રજુઆત 

0
259

જિલ્લા અધિક કલેક્ટરને લેખિત આવેદન આપતા સરપંચ સંઘ અને કોંગ્રેસના આગેવાનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા 

રાજપીપળા : તિલકવાડા તાલુકામાં પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ બન્યા છે અને પોલીસ પ્રજાનું નહિ પણ બુટલેગરોનો પક્ષ લે છે એવા ગંભીર આક્ષેપો સાથે તિલકવાડા તાલુકા પંચાયત પ્રમુખ અને તિલકવાડા સરપંચ સંઘ પ્રમુખ હોદેદારો ગામે ગામના સંપંચો, કોંગ્રેસ આગેવાનો ભેગા થઈને જિલ્લા કલેકટરને આવેદન આપવા જિલ્લા સેવાસદન ખાતે આવ્યા હતા. જિલ્લા અધિક કલેક્ટર એચ.કે વ્યાસને આવેદન પત્ર આપી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

તિલકવાડા સરપંચ સંઘના પ્રમુખ શબ્બીરહુસેન દાયમા, તાલુકા પંચાયત પ્રમુખ કપૂર ભીલ, બરકતુલ્લા રાઠોડ સહીત તિલકવાડા તાલુકાના ફતેપુરના સરપંચ નાથા રોહિત ઝરીયાના સરપંચ મહેશ ભીલ, કાટકોઈ સરપંચ જસુ ભીલ, મળી વિવિધ ગામોના સરપંચો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આધિક કલેક્ટરને રજૂઆત કરી પોલીસની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલીસ તિલકવાડાના બુટલેગરોને પોષે છે અને તેમની પાસે હપ્તા ઉઘરાવી સ્થાનિક લોકોને હેરાન કરે છે, તિલકવાડાના 10 થી વધુ સરપંચોને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. તેમ કહી તિલકવાડાના પોલીસ અધિકારી અને કર્મચારી સામે પગલાં ભરવા માંગ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY