નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીને જાગૃત નાગરિકે કરી લેખિત રજુઆત …શું જાણો…

0
56
રાજપીપળા શહેર ગંદકીથી ખદબદે છે છતાં પાલિકા સત્તાધીશો તમાશો જોતા રોગચાળો ફાટે તેવી સ્તિથી 

કેટલાક સફાઈ કામદારો સમાજમાં લગ્નના કારણે રજા પર હોય અન્ય કામદારો ન મુકાતા કેટલાય વિસ્તારોમાં સફાઈ થતી નથી 

રેગ્યુલર ચીફ ઓફિસર રજા પર છે ઇન્ચાર્જ સીઓ ક્યારેક જ આવે છે શહેરીજનો ગંદકી વચ્ચે બીમારીમાં સપડાય તો જવાબદાર કોણ…?!

રાજપીપળા : રાજપીપળા શહેર છેલ્લા એકાદ મહિનાથી ગંદકીથી નરકાગાર બની ગયું છે જેનું મુખ્ય કારણ અમુક સફાઈ કામદારો લગ્નની રજા પર છે ત્યારે હાલ લગ્ન સિઝન ચાલતી હોય પાલિકાના 30% સફાઈ કામદારો લગ્નના કારણે રજા પર હોય છતાં બાકી રહેલા 70% સફાઈ કામદારો ફરજ પર ચાલુ છે એ બધે પહોંચી ન શકે જેથી ઘણા વિસ્તારોમાં ચાર પાંચ દિવસ થવા છતાં સફાઈ કે ડોર ટુ ડોર કચરાની કામગીરી બંધ પડી છે જોકે જાણવા મળ્યાં મુજબ દર વર્ષે લગ્ન સિઝનમાં અમુક સફાઈ કામદારો રજા પર જાય ત્યારે તેટલા કામદારો બહારથી બોલાવી ગાડું ગબડાવાય છે પરંતુ હાલ સત્તાધીશો દ્વારા બહારના કામદારોનું કોઈ આયોજન ન કરતા રાજપીપળા શહેર ગંદકીથી ખદબદી રહ્યું છે ત્યારે એક તરફ ચીફ ઓફિસર રજા પર હોય ચાર્જમાં હોય એ ચીફ ઓફિસર ક્યારેક આવતા હોય પાલિકાનું શાસન ડામાડોળ થઈ પડયું છે જેના કારણે પ્રજા બીમારીમાં સપડાઈ તેવી નોબત હાલ શહેરમાં ઉભી થઈ હોવા છતાં પાલીકા સત્તાધીશો જાણે તમાશો જોઈ રહ્યા છે .લોકો જાતે કચરો નાખવા કચરાપેટી સુધી જાય છે ત્યારે શહેરની મોટાભાગની કચરાપેટીઓ પણ ઉભરાઈ ગઈ છે ત્યાં હાલ રખડતા જાનવરો મિજબાની માણી રહેલા જોવા મળે છે .

નવા ફળિયામાં રહેતા સ્થાનિક શબ્બીરભાઈ બલુચીના જણાવ્યા મુજબ નવા ફળિયા મસ્જિદ પાછળ ગટરોમાં મોટી જીવાતો ઉભરાય છે પણ સફાઈ થતી નથી આ માટે અમારા વિસ્તારના સભ્યોને પણ રજુઆત કરી છતાં કઈ થતું નથી, હાલ રમઝાન મહિનો ચાલતો હોય અમારા વિસ્તારમાં અતિશય ગંદકી જોવા મળે છે .

સ્થાનિક જાગૃત નાગરિકે આરોગ્ય અધિકારીને લેખિત રજુઆત કરી

 લાલ ટાવર પાસે રહેતા રાજેન્દ્રસિંહ રાઉલે આ શહેરની ગંદકી બાબતે આરોગ્ય અધિકારીને લેખિત રજુઆત કરી શહેરની ગંદકી દૂર કરી રોગચાળા થી લોકોને બચાવવા માંગ લેખિત રજુઆત કરી છે ત્યારે હવે આ બાબતે આરોગ્ય વિભાગ શું પગલાં લે છે એ જોવું રહ્યું 

રાજેન્દ્ર રાઉલની રજુઆત બાબતે હું કલેક્ટરને જાણ કરું છું.: કે પી પટેલ (આરોગ્ય અધિકારી )

નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલે જણાવ્યું કે સ્થાનિક આગેવાન રાજેન્દ્રભાઇ રાઉલ એ મને લેખિત રજુઆત કરી છે માટે આ બાબતે હું કલેક્ટર અને પાલિકા પ્રમુખના ધ્યાન પર મુકીશ .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY