જમણા કાંઠા માં 100 અને ડાબા કાંઠા માં 525 ક્યુસેક પાણી છોડાયું
કરજણ ડેમમાંથી ક સીઝને પાણી છોડ્યું એ ગોરા સુધી પહોંચ્યું પરંતુ કોઈ કામનું નથી.
રાજપીપળા : કરજણ કેનાલમાં તાજેતરમાં 625 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં જમણા કાંઠામાં 100 ક્યુસેક અને ડાબા કાંઠામાં 525 ક્યુસેક પાણી હાલ છોડાઈ રહ્યું છે. હાલ જમણા કાંઠા માં રીપેરીંગ ચાલતું હોય ટેસ્ટિંગ માટે પાણી છોડાયું હોવાનું જાણવા મળ્યું છે જોકે આ પાણી કેટલે સુધી આગળ જાય તે જોવા આ પાણી છોડાયું છે જેથી આ પાણી ક સીઝને ગોરા સુધી પહોંચ્યું,જો સીઝનમાં આધિકારીઓ આવું ટેસ્ટિંગ કરતે તો ખેડૂતોને લાભ થાત એવો રોષ ખેડૂતો કેનાલ વિભાગ પર કાઢી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ જળાશય યોજના હાલ પાણી ભરપૂર છે 50 ટકા ેમ હાલ ભરેલો છે એટલે કદાચ સરકાર મનફાવે તેમ કરજણનું પાણી વેડફી રહી છે. પૂનમ હોય કે અમાસ નર્મદા સ્નાન માટે કરજણ માંથી 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ જમણા કાંઠામાં 100 અને ડાબા કાંઠામાં પણ 100 પરંતુ પાવર જનરેશનમાં 425 ક્યુસેક પાણી ખર્ચાઈ જે ડિસ્ચાર્જ ડાબા કાંઠામાં જ થાય કેમકે ડાબા કાંઠાનો વિસ્તાર વધુ અને લાંબો છે. ઉનાળાના રોકડીયા પાક સિવાય એક પણ પાક નથી પરંતુ જો રીપેરેશન કેનાલોનું ચાલતું હોય અને પાણી પીવડાવવા આ પાણી છોડાતું હોય તો આ પાણીનો બગાડ છે એમ કહી શકાય આ બાબતે કરજણના અધિકારીઓ પણ કાંઈ કહેવા તૈયાર નથી પરંતુ જો વ્યવસ્થિત પાણી વિતરણ વ્યવસ્થા તૈયાર થાય તો છેવાડાના ખેડૂત સુધી પાણી મળી રહે એ બાબત નક્કી છે .
કરજણ ડેમના જમણા કાંઠાની વાત કરીએ તો એ છેક ગોરા સુધી જાય છે અને ગોરા ગામે 40 વર્ષથી કેનાલ બની છે પણ પાણી માંડ એકાદ બે વાર આવ્યું હશે જેમાં દાદાગીરી કરીને રાજપીપળાથી નજીકના ગામો પાણી વાપરે છે. પરંતુ ભાણદરા થી ભીલવસી,બોરિયા, પીપરીયા, અને ગોરા સુધી પાણી જતું નથી અને હાલ પાણી આવ્યું એ કોઈ કામનું નથી જેથી પીપરીયા માઇનોર માં પાણી નિયમિત થાય એવી ખડૂતોની માંગ ઉઠી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408974050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




