નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લાઇટિંગ માટે 1,23,43,275 રૂપિયાનો ખર્ચ કરાશે.
રાજપીપળા:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ બનીને તૈયાર છે.આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી દ્વારા એનું લોકાર્પણ કરવાનું હોય વહીવટી તંત્રએ દિવસ રાત મિટિંગનો દોર ચાલુ કર્યો છે.એક બાજુ આદિવાસી સમાજ,બિટીપી અને નર્મદા ડેમ વિસ્થાપીતોએ પોતાની વિવિધ માંગણીઓ મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ નહિ કરવા દેવાની ચીમકી આપી છે.ત્યારે રાજ્યભરના વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ આ મામલે દોડધામ મચી છે.આ દોડધામ વચ્ચે પણ વહીવટી તંત્રએ આ લોકાર્પણને સફળ બનાવવા કમર કસી છે.
પીએમ મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પેહલા 28મી ઓક્ટોબર પેહલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધને દુલહનની જેમ સજાવવાની તૈયારીઓ પણ તંત્ર દ્વારા આરંભી દેવાઈ છે.પીએમ મોદીના લોકાર્પણના સ્થળથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને 1,23,43,275ના ખર્ચે લાઈટિંગથી સજાવાશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પેહલા ભારત ભવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુ પોઇન્ટ 1 કેવડિયા કોલોની સુધીના લગભગ 7 થી 8 કિમિ વિસ્તારને એલઇડી રોડ લાઈટ,એલઇડી લાઇટિંગ,એલઇડી સાઈન બોર્ડ,એલઇડી ગેટ,એલઇડી મોડલ્સ,એલઇડી ફોર્સ સ્ટેન્ડ લાઈટથી સજાવવા તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે.સ્ટેચ્યુની ફરતે 3 અલગ અલગ મોટા ટાવરો ઉભા કરાશે જેમાં 24 પ્રકારની અલગ અલગ લાઈટો લગાડવામા આવશે.આ લાઇટિંગના નજારાને નિહાળવા જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટશે એવી ધારણા કરાઈ રહી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





