સરહદે ઘૂસણખોરી બાદ ચીનની નવી ચાલ,ભારતને તરસે મારવાનો પ્લાન..? ચીનનું નવુ ગતકડુ : બ્રહ્મપુત્રા નદીનું પાણી અટકાવતા અરૂણાચલમાં દુષ્કાળની સ્થિતિ

0
45

કોંગ્રેસના સાંસદે સુષ્મા સ્વરાજ,અર્જુન મેઘવાલને પત્ર લખી હસ્તક્ષેપની માંગ કરી,ચીને પોતાના બચાવમાં ભૂસ્ખલનનું કારણ આગળ ધર્યું
ન્યુ દિલ્હી,તા.૧૯
ચીને ફરી એકવાર તેનો અસલી રંગ બતાવ્યો છે. ચીન રીતસરની મનમાની કરવા પર ઉતરી આવ્યું છે. ચીનની હરકતને લઈને અરૂણાચલ પ્રદેશના માથે સંકટમાં મુકાયું છે.
ચીને તિબ્બેટમાંથી ભારત તરફ વહેલી બ્રમ્હપુત્રા નદીનું પાણી રોકી દીધું છે. જેના કારણે અરૂણાચલ પ્રદેશના મોટા ભાગમાં દુષ્કાળ પડવાનો ભય ઉભો થયો છે. અરૂણાચલ પ્રદેશમાં કોંગ્રેસના સાંસદ નિનોંગ એરિંગનું કહેવું છે કે, અરૂણાચલના તૂતિંગ, યિંગકિયોંગ અને પાસીઘાટ વિસ્તારમાં ચીને પાણી રોકી દેતા દુષ્કાળના ખતરો તોળાવવા લાગ્યો છે. તેમણે આ મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે.
નિનોંગ એરિંગે દાવો કર્યો છે કે, ચીને તિબ્બેટમાંથી વહેતી યારલુંગ સાંગપો નદીનું પાણી રોકી દીધું છે. આ નદીને અરૂણાચલ પ્રદેશમાં સિયાંગ નામે ઓળખવામાં આવે છે. આગળ જતા અસમમાં તે બ્રમ્હપુત્રાના નામે ઓળખાય છે.
બીજી બાજુ ચીનના જળ સંસાધન મંત્રાલયે આ મામલે કહ્યું છે કે, આ નદી જે વિસ્તારમાંથી પસાર થાય છે તેવા મિલિલ સેક્શનમાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થયું છે. ૧૬ થી ૧૭ ઓક્ટોબર વચ્ચે ભૂસ્ખલન થયું છે. જ્જેના કારણે નદીના પ્રવાહમાં આવરોધ ઉભો થયો છે. અને એટલે જ અરૂણાચલ પ્રદેશમાં પાણીનો પ્રવાહ ઓછો થઈ ગયો છે.
નોનિંગ એરિંગનું કહેવું છે કે, સિયાંગ નદીમાં પાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે. તૂતિંગ, યિંગકિયોંગ અને પાસીઘાટ વિસ્તારમાં પાણીમાં ઘટાડો થયો છે. આ વિસ્તારમાં નદી લગભગ સુકાઈ જ ગઈ છે. ચીને નદીનું પાણી પોતાના વિસ્તારમાં જ રોકી દીધું છે. જેના કારણે અરૂણાચલ પ્રદેશના જંગલો અને જળ પર્યાવરણ માટે ગંભીર ખતરો પેદા થયો છે. તો અરૂણાચલ પ્રદેશમાં પશ્ચિમ સિયાંગમાં અધિકારીઓએ સામાન્ય નાગરિકો માટે એક ચેતવણી જાહેર કરી છે. લોકોને નદી વિસ્તારમાંથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને માછલી પકડતી વખતે સાવચેતી વર્તવા જણાવવામાં આવ્યું છે, કારણ કે ચીન પાણી છોડે તો ગમેત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY