નર્મદા બ્રેકીંગ….સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા રાજકોટ અને કચ્છના પરિવારને અકસ્માતમાં પાંચને ઇજા 

0
8

સ્ટેચ્યુ નજીકના નવાગામના વળાંક પર ગાય સામે આવી જતા ગાડી પલ્ટી મારતા રોડની નીચે ખાડામાં જતા ઇજા થતા પાંચ ઇજાગ્રસ્તોને 108 દ્વારા ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં લઈ ખસેડાયા હતા 

રાજપીપળા : નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દેશભરના પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે ત્યારે તેને નિહાળવા દૂર દૂરથી પ્રવાસીઓ મોટી સંખ્યા માં અહીંયા આવતા હોય શનિ રવિવાર ની રજામાં ભારે ભીડ જામે છે ત્યારે શનિવારે રાજકોટ અને કચ્છ થી આવેલા એકજ પરિવારના પ્રવાસીઓની ગાડી ને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા નવાગામ ના વળાંક પર અકસ્માત થતા બે બાળકો સહીત કુલ પાંચ વ્યતિઓને ઈજાઓ થઈ હતી જેમાં જાણવા મળ્યા મુજબ આ પરિવારના લોકો પોતાની કાર લાડ સ્ટેચ્યુ તરફ જતા હતા ત્યારે નવાગામ ના વળાંક ઉપર સામે એક ગાય આવી જતા ચાલકે અચાનક ગાય ને બચાવવા બ્રેક મારતા ગાડી પલટી ખાઈ રોડની બાજુના ખાડામાં જઈ પડતા અંદર બેઠેલા પાંચ પૈકી રંજનબેન અશ્વિનભાઈ સોલંકી (53) રાજકોટ ,નયનભાઈ જેઠાલાલ પીઠારીયા (32),કચ્છ ,જ્યોતિબેન નયનભાઈ સોલંકી (27), પીઠારીયા, કરણ સચીનભાઈ સોલંકી (14),રાજકોટ તેમજ દિવ્યા નયનભાઈ પીઠારીયા (04) કચ્છ ને ઈજાઓ થતા તાત્કાલિક કેવડિયા 108 ને જાણ કરતા ઈએમટી રિંકલબેન તડવી અને પાયલોટ ભુપેન્દ્રભાઈ તડવી ઘટના સ્થળે દોડી ગયા બાદ અકસ્માત માં ઇજા પામેલા પાંચને પ્રાથમિક સારવાર સાથે ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્ર માં ખસેડાયા હતા .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY