ગુજરાતમાં છપ્પનિયા દુકાળ વખતે આ છોડે ડાંગના લોકોને બચાવ્યા હતા

0
171
જાણો… આ છોડ અંગે શું કહે છે ડાંગના લોકો

‘ગુજરાતમાં જ્યારે છપ્પનીયા દુકાળે લાખો લોકોનો ભોગ લીધો હતો.ત્યારે ડાંગ જિલ્લાના લોકો એકે પ્રકારના છોડના કંદ અને પાન ખાઈને જીવતા રહ્યા હતા. બધા લોકો ખોરાક માટે વલખાં મારી રહ્યા હતા ત્યારે ફક્ત હલુંદના કંદે અમારા પૂર્વજોને બચાવ્યા હતા’ તેમ ડાંગ જિલ્લાના ૭૦ વર્ષીય લાસુ અને કાસુભાઈએ એમ.એસ.યુનિ.ના બોટની વિભાગના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું. હલુંદ અત્યારે ગુજરાતનો એવો છોડ છે જે લુપ્તતાને આરે છે. આ છોડ ભારતના પશ્ચિમ ઘાટમાં તેમજ હિમાલયમાં મોટાપ્રમાણમાં ઊગે છે. જે અત્યારે ફક્ત ડાંગમાં જ માત્ર ૧૦૦ થી ૧૫૦ ચો.મી.જગ્યામાં જોવા મળી રહ્યો છે.તેમ બોટની વિભાગના પ્રોફેસર પદ્મનાભી નાગરે જણાવ્યું હતું. પ્રોફેસરે કહ્યું કે જ્યારે અમે વર્ષ ૨૦૧૪-૧૫માં ગુજરાતની દુર્લભ વનસ્પતિઓ વિશે અભ્યાસ કરી રહ્યા ત્યારે હલુંદનો છોડ અમને જોવામાં આવ્યો હતો. તે પછીથી હલુંદને બચાવવાના અમે પ્રયત્નો કરી રહ્યા છે. હલુંદ છોડ શા માટે લુપ્ત થઈ રહ્યો છે આ વિશે બોટની વિભાગમાં પીએચ.ડી કરી રહેલા વિદ્યાર્થી આકાશે જણાવ્યું કે સ્થાનિકોને આ છોડ વિશે માહિતી ન હોવાને કારણે તેઓ બિનઉપયોગી સમજીને કાપી નાંખે છે તેમજ પશુઓને ઘાસ-ચારા માટે ખવડાવી દે છે તેના કારણે હલુંદ નહીવત્ત પ્રમાણમાં બચ્યા છે. વધુમાં તેણે કહ્યું કે હલુંદનો છોડ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આ છોડ પર ચીનના સંશોધકોએ પણ સંશોધન કરેલ છે. હલુંદના છોડમાં ત્રણ વર્ષે કંદ આવે છે.જે બટેટાની જેમ ખાઈ શકાય છે.બટેટામાં ૭.૫ ટકા પ્રોટિન છે જ્યારે હલુંદના કંદમાં તેનાથી બમણું ૧૫ ટકા પ્રોટિન રહેલું છે. હલુંદના છોડ પર ફક્ત બે જ સીંગો આવે છે અને તેમાં પાંચથી છ બીજ હોય છે. આકાશે જણાવ્યું કે સ્થાનિકોમાં હલુંદના છોડ વિશે જાગૃતતા આવે તે માટે અમે ૨૦૧૭માં ડાંગ જિલ્લામાં નાટક કર્યું હતુ જેમાં સ્થાનિકોની સાથે ગુજરાતની ૧૮ યુનિ.તેમજ કોલેજના વિદ્યાર્થીઓની તેમજ જંગલ વિભાગના અધિકારીઓને વિલુપ્ત થઈ રહેલા હલુંદ વિશે માહિતી આપી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY