રાજપીપળા નગરપાલિકાએ આવાસ યોજનાની ઢીલી કામગીરી બાબતે એજન્સીને ફટકારી નોટિસ

0
11

2018-19 માં નવા ભરાયેલા ફોર્મ ની કામગીરી તાત્કાલિક હાથ પર લેવા પાલિકાના ચીફ ઓફિસરે આપી નોટિસ 

ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરવા કારણ દર્શક નોટિસ અપાઈ

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી જેતે એજન્સી દ્વારા ઢીલી ચાલતી હોય નગરપાલિકાના ચીફ ઓફિસરે આ એજન્સીને નોટિસ ફટકારી છે .

રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં 2017 ના વર્ષથી અમદાવાદની એક એજન્સી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરી ચાલી રહી છે જે હાલ મોટાભાગની સારી ચાલી રહી છે પરંતુ આ એજન્સી એ 2017 – 18 ના વર્ષમાં કામગીરી કરી ત્યારબાદ 2018-19 ના વર્ષમાં બીજા નવા લાભર્થીઓએ નવા ફોર્મ ભર્યા જે માટે પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાએ લાભાર્થીઓના મકાનના નકશા તૈયાર કરવા એજન્સીને વાત કરી છતાં પાંચ મહિના જેવો સમય થવા છતાં એજન્સી દ્વારા આ બાબતે કોઈજ પ્રગતિ ન થઈ હોય પાલિકાનો હાલ ચાર્જ સંભાળી રહેલા ચીફ ઓફિસર આર એસ દેસાઈ એ આ બાબતે બુધવારે એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી જણાવ્યું કે 2018-19 ના વર્ષમાં નવા ભરાયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનનના ફોર્મ ના નકશા તૈયાર કરવા માટે એજન્સીને ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી આ નવા ફોર્મ બાબતે એજન્સી એ કોઈજ કામગીરી આગળ કરી નથી જેથી આ નોટિસ મળતા ત્રણ દિવસમાં તાત્કાલિક લાભાર્થીઓના નકશાની કામગીરી પૂર્ણ કરવી, એજન્સીને ફટકારેલી આ નોટિસની એક નકલ પ્રાદેશિક કમિશનર કચેરી સાઉથ ઝોન સુરતને પણ મોકલી હોય હવે નવા લાભાર્થીઓના ફોર્મ બાબતે એજન્સી દ્વારા ક્યારે ઝડપી કામગીરી થશે એ આગામી દિવસોમાં ખબર પડશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY