ખેતી પાક વચ્ચે ૧૪ ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું

0
6

ઉના,તા.૨૨
સનખડા ગામે માલણ નદીના સામે કાંઠાના સીમ વિસ્તારની એક ખાનગી માલીકીની વાડીમાં મોટાપાયે ગાંજાનું વાવેતર કરાયું હોવાની બાતમી ગીર-સોમનાથ એસઓજીને મળી હતી. આથી ઉચ્ચ અધિકારીઓને જાણ કરાયા બાદ સમગ્ર ટીમ ગાંજાના ખેતરમાં દોડી ગઇ હતી. સ્થળ તપાસમાં આ વાડીમાં ૧૪થી વધુ ગાંજાના છોડ વાવેલા જાવા મળ્યા હતા. આ ગાંજાની કિંમત અંદાજે ૧ લાખથી વધુ હોવાની ચર્ચા છે.
ઊનાથી ૧૮ કિમી દૂર આવેલા સનખડા ગામે નદીના કાંઠા વિસ્તારની ગામનાજ એક ખેડૂતની વાડીમાં બીજા ખેતી પાક વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરાયું હતું. વળી તે લીલોછમ હતો. આ અંગેની બાતમી એસઓજીને મળતાં એસઓજીના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ શરૂ કરતાં ગાંજાના ૧૪ છોડ જાવા મળ્યા હતા. અધિકારીઓની હાજરીમાં પોલીસે મજૂરો પાસેથી ગાંજાના છોડ ઉપડાવી જપ્ત કર્યા હતા. વજન કરાયા બાદ ગાંજાની કિંમત અને કોની જમીન આવેલ છે. એ તમામ પુરાવા એકઠા કર્યા બાદ ગુનો નોંધાશે. પોલીસે આ ગાંજાનું વાવેતર કરનાર કેટલા સમયથી અને ક્યાં-ક્યાં કોને પહોંચાડતો એ અંગેની પણ તપાસ હાથ ધરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY