રાજપીપળા : નાંદોદ તાલુકના જેસલપોર ગામે જમીન બાબતે બે સાગા ભાઈઓના પરિવારો વચ્ચે મારમારી સર્જાઈ જેમાં છુટ્ટા હાથે અને લાકડીઓના સહારે મારામારી કરતા ચાર ઘાયલ થયા હતા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકના જેસલપુર ગામે હનુમાન ફળિયામાં રહેતા કાંતી મથુર બારીયા અને પરસોત્તમ મથુર બારીયા સાથે જમીન બાબતે બોલાચાલી થઇ જેમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને ભાઈઓ વચ્ચે મારામારી થઇ જેમાં પરસોત્તમ બારિયાનું ઉપરાણું લઈને રાજેશ પરસોત્તમ બારીયા,ચેતન પરસોત્તમ બારીયા, જશીબેન પરસોત્તમભાઇ બારીયા આ તમામ દોડી આવી છુટ્ટા હાથની મારામારી કરી અને કાંતીભાઈને માર માર્યા જેને છોડાવવા મંગીબેન પડ્યા તો તેને પણ માર માર્યો સામે તેમણે પણ મારામારી કરી ગદડાપાટુનો માર મારી લાકડી લઇ આવી સપાટ માટી ટ્રેક્ટર ચઢાવી મારી નાખવાની ધમકી આપી, સામસામે મારામારી માં 4 જેટલા ઈસમોને ગંભીર ઈજાઓ પહોંચી આ બાબતે રાજપીપલા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




