મુંબઈ,તા.૨૫
બોલિવૂડ એક્ટર્સ એક્ટિંગની સાથે બિઝનેસમાં પણ હાથ અજમાવી રહ્યા છે. કોઈ પ્રોડ્યૂસર, ડિઝાઈનર બની રહ્યું છે તો કોઈ પોતાની એપ લોન્ચ કરી રહ્યું છે. હવે કેટરીના કૈફ પણ પોતાની કોસ્મેટિક બ્રાન્ડ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ કોસ્મેટિક લેબલ માટે કેટરીનાની ટીમ ઘણા વર્ષથી મહેનત કરી રહી હતી. હવે ફાઈનલી આ વર્ષે ઓક્ટોબર મહિનામાં તે તેની આ બ્રાન્ડ લોન્ચ કરશે.
‘ભારત’ ફિલ્મનાં પ્રમોશન દરમ્યાન તેણે આ વાતને કન્ફર્મ કરતાં જણાવ્યું કે, ‘હું બ્યુટી માર્કેટમાં જે સ્ટેપ લેવાની છું તે આ વર્ષે જ લઈશ. હું તેને લઈને ઘણી ઉત્સુક છું. આ એક મોટું સાહસ છે જેની પાછળ બે વર્ષથી વધુ સમય લાગ્યો છે. આ બે વર્ષ ખૂબ જ મહેનતભર્યા હતા. આ કામ પાછળ ઘણા પ્રયાસો થયા છે અને હવે અમે તેને થોડા જ સમયમાં લોન્ચ કરવાના છીએ.’ કેટરીના તેના આ વેન્ચર સાથે મેડોના, રિહાના, કાયલી જેનર જેવી ઇન્ટરનેશનલ સેલેબ્રિટીના લિસ્ટમાં સામેલ થઇ જશે. તેઓ પણ પોતાની કોસ્મેટિક બ્રાન્ડ ચલાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



