અતિશય ગંદકી અને વારંવાર સફાઈની ફરિયાદો કરી કંટાળેલા સ્થાનિક લોકોની જાગૃતતા અને સભ્યોની મેહનત રંગ લાવી
રાજપીપળા : રાજપીપળાના નવા ફળિયા ખાટકીવાડ વિસ્તાર પાસે મુકેલી કચરાપેટી આખરે હટાવી ત્યાં વૃક્ષ વાવી દેતા ગંદકી થી કંટાળેલા સ્થાનિકો એ રાહત અનુભવી હતી.
છેલ્લા ઘણા સમય થી રાજપીપળા નગરપાલિકાનો વહીવટ ખાડે ગયો હોય તેમ ઠેર ઠેર થી ગંદકીની બુમો ઉઠી રહી છે લોકોએ સાફસફાઈ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરી કંટાળી સોસીયલ મીડિયા ઉપર પણ રોષ ઠાલવ્યો હતો છતાં કોઈ ખાસ સફાઈ ન થતા નવાફળીયા વિસ્તારમાં કચરાપેટી હતી ત્યાં વારંવાર ફરિયાદ બાદ પણ ગંદકીનું સામ્રાજ્ય રહેતું હતું ત્યારે કેટલાક સ્થાનિક જાગૃત નાગરિકોએ આ અંગે પાલિકામાં રજૂઆત પણ કરી હતી ત્યારબાદ પાલિકા દ્વારા સફાઈ કરાવવામાં આવી પણ હતી પરંતુ કચરાપેટી હોવાના કારણે લોકો ત્યાં જેમ તેમ કચરો ફેકી ગંદકી કરતા હતા અને પાલિકા દ્વારા સાફ સફાઈ અંગે ઉદાસીન વલણ અપનાવતા ઘણા દિવસો સુધી કચરો સાફ ન થતો હોવાથી ત્યાં ગંદકી વધી હતી માટે ત્યાંના રહીશો તોબા પોકારી ઉયા હતાં હતા અને દુર્ગંધના કારણે ત્યાંથી પસાર થતા લોકોને નાક ઉપર રૂમાલ બાંધીને પસાર થવું પડતું હતું
બાદમાં સ્થાનિકોએ કંટાળી ત્યાંથી કચરાપેટી હટાવવા નીર્ણય કર્યો જેમાં નવાફળીયાના સ્થાનિક લોકો અને રાજપીપળા પાલિકાના સભ્યો ઇલુભાઈ બક્ષી, ભરતભાઈ વસાવા તેમજ કવિતાબેન માછી ,ભારતીબેન વસાવા તેમજ પૂર્વ સદસ્ય સંજયભાઈ માછીની સફળ મેહનતથી સ્વ ખર્ચે કચરાપેટી હટાવી સાફ સફાઈ કરાવી તેમજ નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ નર્મદા ના સહયોગ થી વૃક્ષારોપણ કરી તમામ જગ્યાને સ્વચ્છ બનાવી દેતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે ગંદકીથી કંટાળી ગયા હતા અહીંયાંથી કચરાપેટી હટાવી વૃક્ષારોપણ કરી સ્વ ખર્ચે આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો છે તે માટે અમે અમારા વોર્ડના પાલિકા સદસ્યોના આભારી છીએ.
પાલિકા સદસ્ય ભરતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અમે 40 થી 50 હજાર રૂપિયાના સ્વ ખર્ચે સ્થાનિકોના સહયોગ થી અહીંયા આર. સી.સીનું કામ કરાવી અહીં સામાજિક વનીકરણ વિભાગ નર્મદાએ પણ સહયોગ આપતા ત્યાં વૃક્ષારોપણ પણ કર્યું છે જેથી ગંદકી દૂર થવાની સાથે આવનાર સમયમાં લોકો છાંયડાનો પણ આનંદ લેશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





