રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાંદરીયા ગામનો નદીમાં નાહવા પડેલો બાળક મોતને ભેટતા અનેક શંકા સેવાઈ રહી છે .
પ્રાપ્ત વિગતો અનુસાર વાંદરીયા ગામ માં રહેતો વિનોદ રેવાભાઈ તડવી (16) હાલ પડી રહેલી આકરી ગરમીના કારણે ગામની નર્મદા નદીમાં નાહવા ગયો હતો ત્યાં અચાનક પાણીમા ન્હાવા પડતા ડુબી ગયો અથવા અંદર રહેતા મગરો પાણીમા ખેચીને લઇ જઇને ખાઇ જતા મોત ને ભેટતા નાનકડા ગામમાં એક માસુમ ના મોત બાદ શોકની લાગણી વ્યાપી ગઈ હતી આ બાબતે મૃતકના પિતા રેવાભાઈ હિમ્મતભાઈ તડવીએ રાજપીપળા પોલીસમાં જાણ કરતા હાલતો રાજપીપળા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ પો.સબ.ઇન્સ આર.જી.યાદવ રાજપીપલા પો.સ્ટે.કરી રહ્યા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




