નવા મકાન બાંધતા લોકો દ્વારા રેતી કપચી સહિતની વસ્તુઓ ગટર પર પાથરી દેતા ગંદકી બાદ પાલિકાએ લાલ આંખ કરી
રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા દ્વારા સોમવારે શહેરમાં થતા નવા બાંધકામોનો સામાન ગટરો કે મુખ્ય માર્ગો ઉપર ફેલાવી દબાણ થતું હોય લાલ આંખ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો .
રાજપીપળા દરબાર રોડ પાસે હાલ ઘણા સમય થી નવા મકાનોનું બાંધકામ ચાલતું હોય બાંધકામ માટે આવેલી રેતી કપચી સહિતની વસ્તુઓ ફળિયાની ગટરો પર ઠાલવી દેતા ગટરો ચોકઅપ થઈ અને ગંદકી ફેલાતા કેટલાક જાગૃત લોકોએ આ બાબતે પાલિકા માં જાણ કરી અને તુરતજ પાલિકાની ટિમ સ્થળ પર પહોંચી માર્ગમાં કે ગટરો ઉપર અડચણરૂપ કરાયેલા સામાન તાત્કાલિક ટેમ્પોમાં ભરી જેતે મકાન બાંધનારા માલિકો ને કડક સૂચના આપી હવે પછી આમ થશે તો દંડ વસુલ કરવા જણાવ્યું હતું આમ જાહેર માર્ગો કે સાંકડી ગલીઓમાં આડેધડ સામાન મૂકી દબાણ કરતા બાકી લોકોમાં પણ આ કાર્યવાહી થી ફફડાટ ફેલાયો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






