શાળા સહીત કોમ્પ્લેક્સ અને ફેક્ટરીનું લાયસન્સ રદ કરી કામ અટકાવી દેવા સુધીની ચીમકી
રાજપીપળા : રાજપીપળાને અડીને આવેલ વડીયા ગામ જ્યાં મોટી GIDC આવેલી છે અને આજુબાજુમાં નાના મોટા ઉદ્યોગો આવેલા છે હાલ આ વડીયા ગામના વિસ્તાર માં સોસાયટીઓ કોમ્લેક્સ ઘણા બની રહ્યા છે. ત્યારે સુરતની ઘટના બાદ જિલ્લા કલેક્ટરની ૂચનાને ધ્યાનમાં રાખી સરપંચ મહેશ રજવાડી અને તલાટી કમ મંત્રી દેવેન્દ્ર જોષી તથા પુનાભાઈ, ચંદ્રકાન્ત પરમાર વિજય વસાવા સહિતની ટીમ ગ્રામ પંચાયતની હદમાં આવેલ GIDC ફેસ વન અને ટુ બંનેમાં આવેલ ફેક્ટરીઓમાં ફાયર સેફટીના સાધનો અને હવા ઉજાસ વાળું બાંધકામ છે કે કેમ એ બાબતનું ચેકીંગ કરી નોટિસ ફટકારી હતી આ સાથે પંચાયતની હદમાં આવેલ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, હરસિધ્ધિ નગરમાં આવેલ ગૃહ ઉદ્યોગો અને દુકાનો ખાતે પણ નોટિસો આપી દિન ત્રણમાં ફાયર સેફટી નું કામ કરવા તાકીદ કરી છે.
આ બાબતે વડીયા ગામના તલાટી દેવેન્દ્ર જોષીએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ આધિકારીની સૂચનાથી વડીયા ગામમાં આવતા જેટલા પણ કોમર્શિયલ વિભાગ છે જે તમામ વિભાગોને એક વાર નોટિસ આપી જાણ કરી છે. ત્રણ દિવસમાં પંચાયતની ટીમ ફરી સરપ્રાઈઝ ચેકીંગ કરશે અને જો ગ્રામ પંચાયતના હુકમનું ઉલ્લંઘન કર્યું અને ફાયર સેફટી કીટ વસાવી નહિ હોય કે ફાયરને લગતી કોઈ વ્યવસ્થા નહિ કરી હોય તો, સાથે શાળા ટોકીઝ અને જ્યાં કોમ્લેક્સ બને છે. ફ્લેટ્સ બનાવે છે તમામને નોટિસ આપી તકેદરી કરવા સૂચના આપી છે નહીતો કાયદાકીય સજાના હકદાર બનશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



