મામૂલી ભૂલમાં માતા અને બાળક બન્નેવે જીવ ગુમાવ્યો જયારે દીકરીને ઈજાઓ થઈ હતી
રાજપીપળા : ડભોઇથી સાસરીમાં જઈ રહેલા એક પરિવારની બાઈક નું બેલેન્સ બગાડતા નીચે પટકાયેલા પરિવારના સભ્યો પૈકી પત્ની અને નાના બાળકનું મોત થયું હતું .
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સોમપુરા ગામના રાજેશભાઇ નરપતભાઇ બારીયા પોતાની મોટરસાયકલ નંબર GJ 6 CE 4548 ની ઉપર તેમની પત્ની જયોતિકાબેન તથા બે બાળકો ગાયત્રીબેન ઉવ ૩ તથા જયરાજ ઉવ ૬ માસ ને બેસાડીને પોતાની સાસરી જેસલપુર ગામે આવતા હતા ત્યારે પોઇચા ગામના ત્રણ રસ્તા પાસે આવતા ચાલુ મો.સા. ઉપર છોકરો જયરાજ માતાનું ધાવણ ધાવતો હોઇ જેણે ધાવણ બંધ કરી અચાનક ઉભો થવા જતા પાછળ બેસેલ જ્યોતિકાબેન નું બેલેન્સ જતા રાજેશભાઈ એ મોટર સાયકલના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા ચારે જણા રોડ ઉપર પડી જતા પત્ની જયોતિકાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ ઉપર મોત થયું તેમજ બાળક જયરાજ ઉવ ૬ માસને પેટના ભાગે ગેબી માર વાગવાથી તેનું પણ નીપજ્યું હતું તેમજ દીકરી ગાયત્રીને નાની મોટી ઇજાઓ થતા રાજપીપળા પોલીસે પતિ જયેશની ફરિયાદ લઈ તેના વિરુદ્ધ જ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તપાસ રાજપીપળા પીએસઆઇ આર.એસ.ત્રિવેદી કરે છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





