રિયલ ભૂતિયા સ્થળે ફિલ્મનું શૂટિંગ કરશે રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર

0
317

મુંબઈ,
તા.૨૫/૦૩/૨૦૧૮

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર એકસાથે હારર કામેડી ફિલ્મમાં જાવા મળશે. આ ફિલ્મનું નામ ‘સ્ત્રી’ હશે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ પ્રથમવાર એક સાથે જાવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ચુક્યું છે. ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં કરવામાં આવશે.

ભોપાલમાં ફિલ્મનું શૂટિંગ વાસ્તવિક ભૂતિયા લોકેશન પર થશે. આ જગ્યાનાં ડરામણા કિસ્સાઓ ઘણા જાણીતા છે. ‘સ્ત્રી’ ફિલ્મની ટીમે આ માટે ઘણું રિસર્ચ કર્યું હતું અને આખરે ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મનું અડધુ શૂટિંગ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર ફક્ત ૨૦ દિવસમાં પૂર્ણ કરી ચુક્યા છે.

થોડાક સમય પહેલા રિલીઝ થયેલી ‘ગોલમાલ અગેન’ પણ હારર કામેડી ફિલ્મ હતી જેને લોકોએ ઘણી પસંદ કરી હતી. તો હવે દર્શકોને રાજકુમાર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી’માં કામેડી અને હારરનું મનોરંજન મળશે.

૨૦૧૭નું વર્ષ રાજકુમાર રાવ માટે ઘણું જ સારું રહ્યું હતું. તેણે ‘બરેલી કી બર્ફી’, ‘ન્યૂટન’, ‘ટ્રેપ્ડ’ જેવી સુંદર ફિલ્મો કરી હતી. રાજકુમાર રાવની એÂક્ટંગનો જાદૂ તેની ફિલ્મોમાં છવાયેલો રહે છે. રાજકુમાર બોલિવુડનાં અત્યારનાં ટેલેન્ટેડ અભિનેતાઓમાંથી એક છે. તો શ્રદ્ધા કપૂર આ વર્ષે બાહુબલી ફેમ પ્રભાસ સાથે ‘સાહો’ ફિલ્મમાં જાવા મળશે.

દર્શકોને રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની આ કામેડી હારર ફિલ્મનો ઇંતજાર છે. બંને પ્રથમવાર એકસાથે ફિલ્મમાં જાવા મળશે. અમર કૌશિક આ ફિલ્મને નિર્દેશિત કરી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY