રાજપીપળા : સાગબારાના કોલવણ ગામે પરણિતા સાથે ગામના યુવાનનો આડોસંબંધ હોય જે બાબતનો ઠપકો આપવા જતા યુવાનના પિતાને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
સાગબારાના કોલવણ ગામે રહેતા આશારામ ઘેમા વસાવા, બીજુબેન આશારામ વસાવા,અનિલ આશારામ વસાવા, અને કિશોર આશારામ વસાવા ચારેય ગામમાં રહેતા રમેશ ફુલજી વસાવાના ઘરના આંગણામા આવીને કહેવા લાગેલ કે તમારો છોકરો અમારી વહુ સાથે આડો સબંધ રાખે છે અને ત્રણેક મહીના પહેલા તેના પીયરમા મુકી આવેલ છે. ત્યાર થી અમારા ઘરે આવતી નથી તેમ કહેતા રમેશે કહ્યું કે આ બાબતે હુ કાંઇ જાણતો નથી તેમ કહેતા આશારામ અને બીજુબેન એકદમ ઉશ્કેરાઇ ગયેલા અને રમેશ ફુલજી વસાવાને ગમે તેમ અપશબ્દો બોલી બીજું વસાવા એ ચપ્પલથી બરડાના ભાગે માર માર્યો, સાથે ઢીકાપાટુનો માર માર્યો ત્યારે બંનેનું ઉપરાણું લઈને અનિલ અને કિશોર આવી ઢીકા પાટુનો માર મારી પ્લાસ્ટીકની ખુરશી ઉચકીને રમેશ વસાવાના માથામા કપાળના ભાગે મારી ગંભીર ઈજાઓ પહોંચાડી એ દરમ્યાન રમેશે બુમાબુમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. આ તમામ ઘર તરફ જતા રહ્યા જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



