સુરત,તા.૨૧
સુરતના નાના વરાછાનો યુવક નજીકમાં જ રહેતી ધોરણ ૧૧ની વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી ગોવા, મહારાષ્ટ્ર અને ભાવનગર ભગાડી જઇ શારીરિક શોષણ પણ કર્યું હતું. વિદ્યાર્થિની સાથે તેણીની સરથાણા સાથેની ફ્રેનને પણ યુવક ભગાડી ગયો હતો. કાપોદ્રા પોલીસે પાલિતાણાથી યુવકને પકડી બંને સગીરાને મુક્ત કરાવી હતી.
મળતી માહિતી પ્રમાણે નાના વરાછામાં શક્તિવિજય સોસાયટીમાં રહેતા પંકજ મગનભાઇ સોલંકી થોડા દિવસો પહેલાં નજીકમાં જ રહેતી ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરાને ભગાડી ગયો હતો. લલચાવી ફોસલાવી તે સગીરાને ભગાડી જતાં કાપોદ્રા પોલીસમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો. દરમિયાન સગીરાની સરથાણામાં રહેતી બહેનપણી પણ ગાયબ હોવાથી તેણીના પરિવારજનોએ પણ સરથાણા પોલીસમાં ફરિયાદ આપી હતી.
દરમિયાન કાપોદ્રા પોલીસની ટીમે આ કેસને ગંભીરતાથી લઇને તપાસ કરતા પંકજ સોલંકી નામનો યુવક બંને સગીરાને ભગાડી ગયો હોવાની અને તેઓ પાલિતાણા આવવાના હોવાની પોલીસને બાતમી મળતા કાપોદ્રા પોલીસે પાલિતાણા જઇ પંકજને પકડી પાડી બંને સગીરાનો કબજા મેળવ્યો હતો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




