નર્મદા સમગ્ર શિક્ષા અભિયાન કર્મીઓને સ્ટેટ કચેરીના હંગામી કર્મચારી દ્વારા અપાયેલી ધમકી બાબતે પગલાં લેવા કલેક્ટરને રજુઆત 

0
139

દર્શનાબેન સુથાર દ્વારા કોઈ સરકારી અધિકારીના દબાણ હેઠળ આ કામગીરી થઇ હોય તેવો આક્ષેપ 

ગુજરાત રાજ્યની કન્યાઓના વિકાસ માટે મુકાયેલા દર્શનબેન પોતે ગુજરાત રાજ્યની મહિલાઓને દબાવી નાખવાનું કૃત્ય કરી રહ્યાનો પણ આક્ષેપ 

રાજપીપળા : સમગ્ર શિક્ષા અભિયાન સ્ટેટ કચેરીના હંગામી કર્મચારી દર્શનાબેન સુથાર દ્વારા કથિત ગુજરાત માં ફરજ બજાવતા ડીસ્ટ્રીક જેન્ડર કો-ઓર્ડીનેટર કર્મચારીઓને વોટ્સએપ ગ્રુપમાં ધાક ધમકી આપવામાં આવી હતી જે સંદર્ભે સમગ્ર શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારી સંઘ નર્મદા દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપી તેમની સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે. અને જો પગલાં લેવામાં નહીં આવે તો કર્મચારીઓ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે

આવેદનપત્રમાં જણાવ્યું છે કે સમગ્ર શિક્ષા અભિયાન સ્ટેટ કચેરી ગાંધીનગરના જેન્ડર કો-ઓર્ડીનેટર દર્શનાબેન સુથાર દ્વારા સમ્ર ગુજાતમાં ફરજ બજાવતા ડીસ્ટ્રીક જેન્ડર કો-ઓર્ડીનેટર કર્મચારીઓને વોટ્સએપ ગ્રુપમાં ધમકી અને પ્રલોભન આપવામાં આવેલ છે કે કોઈપણ પ્રકારના સંગઠનમાં જોડાવું નહીં તેમજ કોઈપણ પ્રકારની આંદોલન જેવી પ્રવૃત્તિ કરવી નહીં દર્શનાબેન દ્વારા કોઈ સરકારી અધિકારીના દબાણ હેઠળ આ કામગીરી થઇ હોય તેવું લાગી રહ્યું છે જે સદંતર ખોટું છે ગુજરાત રાજ્યની કન્યાઓના વિકાસ માટે મુકાયેલા બેન પોતે ગુજરાત રાજ્યની મહિલાઓને દબાવી નાખવાનું કૃત્ય કરી રહ્યા છે એ સમગ્ર ગુજરાત માટે કાળી ટીલી સમાન છે જેનાથી ગુજરાત રાજ્યની છબી પણ ખરાબ થાય તેમ છે આમ દર્શનાબેન પોતે હંગામી કર્મચારી હોવા છતાં તેઓ દ્વારા હંગામી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગેની રજૂઆતને કોઈ પણ પ્રકારે કચડી નાખવા તથા દબાવી દેવાના ગેરબંધારણીય પ્રયત્નો થઈ રહ્યા છે જે દેશના લોકતંત્ર અને બંધારણની વિરુદ્ધ છે તો શાળા પ્રવેશોત્સવ પહેલા આ બહેનને ફરજ મોકૂફ કરવા તથા તેમના ઉપર કાયદાકીય પગલા લેવા માટે આવેદન આપ્યું છે .

ઉપરાંત જો પ્રવેશોત્સવ પહેલા કોઈ પણ પ્રકારના પગલા નહીં લેવામાં આવે તો ગુજરાત રાજ્યના શિક્ષા અભિયાન ના હંગામી કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY