નર્મદામાં પોઇચા સહિત શરુ કરાયેલી બિયર શોપો પર પોલીસે લાલ આંખ કરતા ફફડાટ 

0
19

સોફ્ટ ડ્રિંક્સનું લાયસન્સ ધરાવતા વેપારીઓ સોંપ ચાલુ રાખી શકશે બાકી બંધ,પણ બિયર શોપ નામ નહીં અપાય

રાજપીપળા : નર્મદા જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર વિવિધ પ્રોજેક્ટો લાવી રહી છે હવે પ્રવાસીઓ અને સ્થાનિકોને એવી આશા બંધાઈ છે કે કેવડિયાને કેન્દ્ર શાસિત સરકાર બનાવી દેશે.જેને લઈને ગાંધીના ગુજરાતમાં દારૂની છુટ્ટી થઈ ગઈ હોય તેમ યાત્રા ધામની બહારજ ઠેર ઠેર બિયર શોપો ખુલી ગયા છે અને આ બાબતના અહેવાલ પ્રસિદ્ધ થતાંજ આ બિયર સોપો પર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસે રેડ કરી તમામ બેનરો ઉખેડી નાખ્યા છે. સાથે ત્યાં વેચાણ થતા બિયરના પણ સેમ્પલો લઈ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવા પણ તજવીજ હાથ ધરી છે .સાથે દુકાનદારો પાસેના લાઇસન્સ પણ ચેક કર્યા હતા.જેમાં જે દુકાનદારો પાસે સોફ્ટ ડ્રિન્ક વેચાણનું લાઇસનસ છે એ સોફ્ટ ડ્રિન્ક વેચી શકશે બાકીના દુકાનદારો ની દુકાન સામે પોલીસે લાલા આંખ કરી હતી સાથે સાથે આગામી દિવસોમાં આવી સોંપ નહીં ખુલે એ બાબતે પોલીસે કડક પગલાં લેવા તૈયારી કરી હોય હાલ અહીં તમામ બિયર શોપ પર છાપા મારતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY