ડોક્ટરની બેદરકારી : ઢીંચણનું ઓપરેશન કર્યું પણ સર્જિકલ કિલપ અંદર જ રહી ગઈ

0
13

અમદાવાદ,તા.૧
અમદાવાદ શહેરના કોચરબ વિસ્તારમાં આવેલી પ્રમુખ ઓર્થોપેડિક હોસ્પિટલમાં એક શિક્ષિકાના ઢીંચણનું ઓપરેશન કરતી વખતે ડોક્ટરોની બેદરકારીથી સર્જિકલ કિલપ પગમાં રહી જવાનો કિસ્સો સામે આવ્યો છે. આપરેશન બાદ શિક્ષિકાને પગમાં દુખાવો થતો હોવાથી તેમણે ગાંધીનગર ખાતે ઢીંચણનો એક્સ-રે કરાવ્યો હતો, જેમાં સર્જિકલ ક્લિપ રહી ગઇ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પ્રમુખ (રેસ્ટોની) ઓર્થોપેડિક હોસ્પિટલના ડો. શરદ ઓઝા અને ડો. હેમ ઓઝા વિરુદ્ધમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર સેક્ટર-ર૬માં આવેલ કિશાનનગરમાં રહેતાં અને સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવતા પ૬ વર્ષીય આનંદીબહેન સાંકાભાઇ પટેલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં પ્રમુખ ઓર્થોપેડિક હોસ્પિટલના ડો.શરદ ઓઝા અને ડો.હેમ ઓઝા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.
હાઇકોર્ટે આ પિટિશન પર પોલીસને આદેશ કર્યો હતો કે સાંકાભાઇ ફરિયાદ પર તપાસ કરવી અને જા ડોક્ટરની ગંભીર બેદરકારી હોય તો ગુનો દાખલ કરવો. હાઇકોર્ટના આદેશ બાદ પણ પોલીસે તપાસ ધીમી કરતાં સાંકાભાઇ અને આનંદીબહેન પટેલ પોલીસ કમિશનર એ.કે.સિંઘને મળ્યા હતા.
એ.કે.સિંઘે એલીસબ્રીજ પોલીસને આદેશ આપ્યા હતા કે કેસની તપાસ કરીને ડોક્ટરની બેદરકારી છે કે નહીં તે માટે મેડીકલ બોર્ડમાં અભિપ્રાય લેવો. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતાં ગઇ કાલે ડો.શરદ ઓઝા અને ડો. હેમ ઓઝા વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે.
આ મામલે સાંકાભાઇએ જણાવ્યું છે કે ડો.શરદ ઓઝાની ગંભીર બેદરકારી કહેવાય. અમે જ્યારે આ વાત કહેવા માટે ગયા ત્યારે તેમણે અમારી મંજૂરી વગર ઓપરેશન કરીને કિલપ બહાર કાઢવાની કોશિશ કરી હતી, જાકે ઓપરેશન સફળ થયું નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY