શનિવારે પ્રિ મોન્સુન કામગીરી ના કારણે લોકો કેનાલ,નદીઓના સહારે જોવા મળ્યા
રાજપીપળા શહેરના મોટાભાગના ટ્રાન્ફોર્મરો ઉનાળામાં જીવતા બૉમ્બ સમાન છે છતાં મોટી દુર્ઘટનાની રાહ જોતું તંત્ર કોઈ ભોગ લેવાની રાહ જુવે છે…?

90% વિસ્તારોમાં ઉનાળામાં ઓવરલોડ ના કારણે વર્ષોથી લો વોલ્ટેજ ની સમસ્યા ,છાસવારે ટ્રાન્સફોર્મર માં આગ લાગે છે
બે અઢી મહિને લાઈટ બીલો આપી તગડા ભાવ વસુલ કરતા વીજ કંપીના અધિકારીઓ લોડ મુજબ ટ્રાન્સફોર્મર બદલતા નથી જેના કારણે અનેક તકલીફો
રાજપીપળા :શનિવારે રાજપીપળા શહેરમાં પ્રિમોન્સુન કામગીરી માટે આખો દિવસ વીજળી બંધ રહેતા લોકો પરિવાર સાથે નજીકની કેનાલ એન્ડ નદીઓમાં પડી ઠંડક મેળવતા જોવા મળ્યા હતા જોકે આ નાટ્યાત્મક કામગીરી માં ફક્ત વૃક્ષ ની ડાળીઓ કાપ્યા સિવાય ખાસ કોઈ કામગીરી થતી નથી છતાં દસ કલાક વીજ પુરવઠો બંધ રાખતા લોકો ગરમી થી તોબા પોકારી ઉઠ્યા હતા અને આખો દિવસ નદી કેનાલના ઠંડા પાણીમાં પડ્યા રહ્યા હતા
રાજપીપળા વીજ કંપનીના અધિકારીઓ તગડા વીજ બીલો ભરતા ગ્રાહકોને પૂરતી સહુલત આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે ત્યારે આ બાબતે કેટલાક ગ્રાહકોએ સુરત વીજ કંપનીના એમડીને પણ ટેલિફોનિક રજુઆત કરી હતી છતાં હજુ આ વિભાગની આળસ ખંખેરાતી નથી,શહેરમાં મોટાભાગના ટ્રાન્ફોર્મર ઓવરલોડિંગ માં ચાલતા હોય એક જીવતા બૉમ્બ સમાન કહી શકાય એમ છે અને આ ઓવરલોડના કારણે ઉનાળા ના ચાર મહિના 90% વિસ્તારોમાં લો વોલ્ટેજ ની તકલીફ હોય એસી કે કુલરો તો કામ કરતાજ નથી માત્ર પંખા ચાલતા હોય એ પણ એકદમ ધીમી ગતિએ ચાલતા હોવાથી મોટા બીલો ભરતા લોકો ગરમીનો શિકાર બને છે.
રાજપીપળા શહેરમાં વર્ષો પહેલા નંખાયેલા વીજ ટ્રાન્સફોર્મરો જેતે સમયના વોલ્ટેજના વપરાશ મુજબ ઓછા વોલ્ટેજ ના નંખાયા હતા પરંતુ હાલ વસ્તી અને ઈલેકટ્રીક ઉપકરણો બમણા થયા બાદ આ જુના ટ્રા્ફોર્મરો ઓવરલોડ થતા લો વોલ્ટેજ ની તકલીફ રોજિંદી થઈ છે સાથે ઓવરલોડ વપાશ સામે ઓછી કેપેસીટી ના ડીપી હોવાથી આ ડીપી અતિશય ગરમ થતા ઘણી વખત ડીપીમાં આગ લાગવાની ઘટના બને છે તેમ છતાં ફક્ત મરામત કરી ત્યાં થીંગડા જ મારવામાં આવતા હોય વીજ કંપનીના અધિકારીઓ આ જીવતા બૉમ્બ સમાન ટ્રાન્સફોર્મરો સુરત જેવી કોઈ મોટી દુર્ઘટના બાદ બદલશે …? રાજપીપળા શહેર હાલ ટ્રાન્ફોર્મર રૂપી જીવતા બૉમ્બ વચ્ચે છે એમ કહી શકાય
ખાસ અગત્યની વાત એ છે કે આ બાબતે વીજ કંપની સુરતના એમડીને એક જાગૃત નાગરિકે ટેલિફોનિક રજુઆત કરી તેમજ વારંવાર અખબારોએ આ બાબતે નોંધ લીધી હોવા છતાં વીજ કંપની કેમ આવી બાબત ગંભીરતાથી લેતું નથી..? શું સુરત ની જેમ કોઈનો ભોગ લેવાયા બાદ આ કામગીરી કરાશે…?
ઉનાળો જશે ત્યારે વોલ્ટેજ બરાબર થઈ જશે …!!
વીજ કંપનીના અમુક કર્મચારીઓને લો વોલ્ટેજ બાબતે વાત કરતા આશ્ચર્યજનક જવાબ મળે છે કે આ તકલીફ ફક્ત ઉનાળા પુરતીજ છે જેવો વરસાદ પડશે વોલ્ટેજ બરાબર થઈ જશે કેમકે ઉનાળામાં લોકો એસી કુલરો ચલાવે માટે ઓવરલોડ ના કારણે તકલીફ પડે છે ….સવાલ એ થાય છે કે આવો લૂલો બચાવ કરતા અધિકારીઓ કે કર્મચારીઓ કેમ બારે માસ સરખા વોલ્ટેજ મળે એ માટે વધુ કેપેસીટી ના ટ્રાન્ફોર્મર માટે કાર્યવાહી નથી કરતા …?
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





