ગરૂડેશ્વર એ.પી.એમ.સી ની ચૂંટણીમાં નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી જયંતિ તડવીની પેનલનો વિજય.

0
28

ગરૂડેશ્વર એ.પી.એમ.સી ની ચૂંટણીમાં સામ-સામે ભાજપના જ સભ્યોની પેનલ ટકરાતા પરિણામ બાદ નર્મદા જિલ્લામાં ભાજપના બે ફાંટા

રાજપીપળા : નાંદોદ તાલુકામાંથી ગરૂડેશ્વર તાલુકો વિભાજીત થતા નાંદોદ એ.પી.એમ.સી માંથી પણ ગરૂડેશ્વર એ.પી.એમ.સીનું વિભાજન થયું હતું.દરમિયાન જેતે સમયે ગરૂડેશ્વર એ.પી.એમ.સી ના ચેરમેન તરીકે શબ્દશરણ તડવીની નિમણુંક થઈ હતી.હવે ગત 22/5/2019 ના રોજ ગરૂડેશ્વર એ.પી.એમ.સી ની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પયું હં.આ ચૂંટણી માટે નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી જયંતિ તડવી અને ભાજપના જ શબ્દશરણ તડવીની પેનલો સામ સામે હતી.જોકે ચૂંટણી પેહલા જ શબ્દશરણ તડવીની પેનલના 5 સભ્યો બિનહરીફ જાહેર થતા આ ચૂંટણી એક તરફી થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા હતા.

જોકે ગરૂડેશ્વર એ.પી.એમ.સી ખાતે 7મી જૂને 8 બેઠકો માટે 16 ઉમેદવારો વચ્ચે રસાકસી ભરી ચૂંટણી યોજાઈ હતી,જેમાં 175 મતદારો પૈકી 173 મતદારોએ મતદાન કર્યું હતું.8મી જૂને સવારે 9 કલાકે યોજાયેલી મતગણતરી માં 8 બેઠકો માંથી એક બેઠક પર શબ્દશરણ તડવીની પેનલ જ્યારે 7 બેઠકો નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી જયંતિ તડવીની પેનલે જીત મેળવી હતી.પણ આ ચૂંટણી માં શબ્દશરણ તડવીએ ડિરેક્ટર પદ માટે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.બીજી બાજુ ગરૂડેશ્વર એ.પી. એમ.સી ચેરમેન તરીકે રમણ ભીમા તડવીની વરણી થશે એવું પણ ચર્ચાઈ રહ્યું છે.ચૂંટણીના પરિણામો પરથી એક બાબત સાબિત થાય છે કે ગરૂડેશ્વર એ.પી.એમ.સી ની ચૂંટણીમાં ભાજપે જ ભાજપની પેનલને હરાવી છે.હવે સહકારી શાખાની ચૂંટણીમાં જ નર્મદા જિલ્લા ભાજપમાં બે ફાંટા પડી જતા આ પરિણામની અસર આગામી સમયમાં યોજાનાર તાલુકા-જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર પણ પડે તો નવાઈ નહિ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY