રાજપીપળા શહેરના સાંકડા માર્ગો પર વાહનો વધતા આડેધડ પાર્કિંગ થી અનેક તકલીફો, દબાણો દૂર કરવા તંત્ર ક્યારે પગલાં લેશે…?

0
30

નાની નાની ગલીઓ, મુખ્ય માર્ગો ઉપર આડેધડ ચાર પૈડાં ના વાહનો પાર્ક થતા વારંવાર માથાકૂટ 

દોલત બજાર મંદિર પાસે ,શાક માર્કેટ રોડ,દરબાર રોડ, સ્ટેશન રોડ સહિતના ઘણા માર્ગો પર જગ્યાના અભાવે આડેધડ પાર્કિંગ 

ટાઉન પ્લાનિંગ વિભાગે માર્ગો પહોળા કરવા દબાણ હટાવવા કમર કસવી જોઈએ અને આરટીઓ એ પાર્કિંગની સુવિધા ચકાસી નવા વાહનોના પારસીંગ કરવા જરૂરી 

રાજપીપળા : રાજપીપળા શહેરમાં હાલ ઘણા વર્ષો થી વસ્તીમાં વધારો થઈ રહ્યો છે વાહનો પણ વધ્યા છે પરંતુ સૌથી મોટી સમસ્યા પાર્કિંગની હોય આ બાબતે તંત્રએ કડક પગલાં લેવા જોઈએ છતાં રાજકીય દબાણને વસ થયેલા તંત્રના કેટલાક અધિકારીઓ શહેરના વિકાસ બાબતે નબળા સાબિત થયા છે .

રાજપીપળા શહેરમાં વધતી વસ્તી સામે વાહનોની સંખ્યા પણ વધી હોય હાલ ચાર પૈડાં વાળા વાહનો પણ ચાર ઘણા  થયા છે ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે સ્ટેટ સમયના સાંકડા માર્ગો અને ગલીઓમાં કોઈજ સુધારો વધારો કરાયો નથી ઉપરથી શહેરમાં દબાણો વધ્યા છે જેની સામે વાહનોની સંખ્યા ચાર ઘણી થતા પાર્કિંગ ક્યાં કરવું એ મોટી તકલીફ છે હાલ બેન્કો દ્વારા મળતી વાહન ની લોન પર લોકો દેખા દેખી ચાર પૈડાંના વાહનો તો ખરીદી કરે છે અમુક લોકો જુના વાહન ખરીદ કરતા હોય છે પરંતુ તેનો ઉપયોગ ક્યારેક્જ કરતા હોય આ વાહનો ફક્ત પાર્કિંગમાં પડેલાજ જોવા મળે છે પરંતુ વાહન ખરીદનાર વ્યક્તિઓ જ્યાં રહે છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવા છતાં વાહનો ખરીદતા આવા વાહન માલિકો ગમે તેના આંગામાં કે આડેધડ પાર્કિંગ કરી અન્યને હેરાન કરે છે જેના કારણે વારંવાર ઝગડા પણ થતા હોય છે ત્યારે તંત્ર દ્વારા દબાણ હટાવી માર્ગો પહોળા કરવા જરૂરી છે. જ્યાં સુધી માર્ગો પહોળા કરવાની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી આરટીઓ એ ચાર પૈડાં ના વાહનો ખરીદતા માલિકો પાસે સૌથી પહેલા પાર્કિંગ વ્યવસ્થા છે કે નહીં એ માટે તપાસ કરી જ્યાં આ વ્યવસ્થા હોય તેવાજ માલિકોના વાહનોના પારસીંગ કરવા જોઈએ એવું જાગૃત નાગરિકોનું માનવું છે.નહિ તો દિવસે દિવસે વધતા વાહનોની સંખ્યા જોતા એમ લાગે છે કે તંત્ર જો આ ગંભીર સમસ્યા બાબતે કડક નહીં બને તો આવનારા દિવસોમાં લોકોને પગપાળા જવું પણ મુશ્કેલ થઈ પડશે .

અગાઉના વર્ષોમાં રોડ પહોળા કરવા અધિકારીઓએ કવાયત કરી હતી પરંતુ કેટલાક રાજકીય આગેવાનો એ પોતાના અંગત સ્વાર્થ કે અન્ય દબાણ ને વશ થઈ આ કામગીરી કરનાર અધિકારીની બદલી કરાવી શહેરની પ્રગતિ પર પૂર્ણવિરામ લગાવ્યું હતું જેના કારણે વર્ષો બાદ હાલ એજ ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા ત્યાંની ત્યાંજ છે એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કારણે આ શહેર અને જિલ્લો દેશના નકશા માં આગળ આવી નામના મેળવે છે ત્યારે આવી ગંભીર સમસ્યા દૂર કરવા તંત્ર એ ઝડપી કામગીરી કરવી રહી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY