ઉમરવાડામાં શાકભાજી માર્કેટનો ગેરકાયદે પતરાનો શેડ તોડી પડાયો

0
18

સુરત, તા.૧૩
જૂનો પૂર્વ વરાછા ઝોન-એ વિસ્તારમાં આવેલ સુરત બારડોલી રોડ ઉપર અવધ ટેક્સટાઈલ માર્કેટની સામે આવેલ ટી.પી. સ્કીમ નં.૮ ઉમરવાડાનાં ફા. પ્લોટ નં.૪૮ પૈકી વાળી મિલ્કતમાં મિલ્કતદાર કબજેદાર દ્વારા કરેલ લોખંડની એંગલ ઉપર પતરાના શેડનું ગેરકાયદેસર બાંધકામ કરી શાકમાર્કેટ ચલાવવાની પ્રવૃત્તિ કરવામાં આવïતી હતી. જેનું અંદાજીત ૫૦૦૦.૦૦ ચો.ફુટ બાંધકામ દુર કર્યુ છે. જેથી સુરત-બારડોલી રોડ પરની ટ્રાફિક સમસ્યાનું મહદ અંશે નિવારણ લાવી શકાય. આ કામગીરી મે.ડે.કમિશનરની સૂચના મુજબ કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસના સ્ટાફ, દબાણ ખાતાનો સ્ટાફ તથા સિક્યુરિટી સ્ટાફ સહિત પાર પાડવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY