હિન્દુ આતંકવાદના નામે ખોટા કેસ બનાવી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ફસાવાયા
કોલકાત્તા,તા.૨૨
સમગ્ર દેશમાં સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી વિશે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે એક મોટું નિવેદન આપી દીધું છે. અમિત શાહે સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારીનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે, તેમને એક ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે.
કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ કરતાં અમિત શાહે કહ્યું કે, હિન્દુ આતંકવાદના નામે એક નકલી કેસ બનાવવામાં આવ્યો છે. તેમાં તેમને ફસાવવામાં આવ્યો છે. ઘણાં લાંબા સમય સુધી કોર્ટમાં કેસ ચાલ્યો હતો જે સંપૂર્ણ રીતે નકલી હતો. તેમણે કહ્યું કે, સમજૂતી બ્લાસ્ટ કેસમાં સ્વામી અસીમાનંદ અને બાકી લોકોને છોડી દેવામાં આવ્યા છે. પરંતુ કોઈકે તો બ્લાસ્ટ કર્યો છે. જેણે બ્લાસ્ટ કર્યા હતા તેની એસબીઆઈએ પહેલાં ધરપકડ કરી હતી, પરંતુ આજે તે ક્યાં છે. પહેલાં અમેરિકાએ પણ લશ્કરનું નામ આપ્યું હતું. પરંતુ બ્લાસ્ટ કરનાર લોકો ક્યાં છે?
અમિત શાહે અહીં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે યુપીએ રાજમાં બટલા એન્કાઉન્ટર થયું ત્યારે પણ સોનિયા ગાંધીએ આંસુ વહાવ્યા હતા. શું તેમણે ક્યારેય શહીદો માટે આંસુ વહાવ્યા. નોંધનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. તેમની ટક્કર કોંગ્રેસના ચાણક્ય માનવામાં આવતા દિગ્વિજય સિંહ સાથે છે.
મમતા સરકાર પર તાનાશાહીના વલણનો આરોપ મૂકતા શાહે કહ્યું કે તેઓ અમારા નેતાઓને રેલી કરવા દેતી નથી. અમારા હેલિકોપ્ટર ઉતરવા દેતા નથી. હવે તેમને જ ભોગવવું પડી રહ્યું છે. પ્રજા ખપદ તેમની રેલીઓનો બહિષ્કાર કરી રહ્યા છે. તેમની રેલીઓમાં ભીડ જ જોવા મળતી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




