નર્મદા  જિલ્લા માં વધુ એક એચ આઈ વી દર્દીનું મોત

0
453

રાજ્ય સરકાર એચ આઈ વી પીડિતો માટે લાખોનો ધુમાડો કરવા છતાં વધતો મૃત્યુ આંક ચિંતાજનક

રાજપીપલા સહીત નર્મદા જિલ્લા માં એચ આઈ વી એડ્સ માટેની કામગીરી કરતી એક પણ સંસ્થા નથી ત્યારે અગાઉ ચાલતી એક સંસ્થાની કચેરી અન્ય જિલ્લામાં ખસેડાતા નર્મદા ના દર્દીઓ અટવાય રહ્યા છે.

રાજપીપલા: ગુજરાત સરકાર એચ આઈ વી એડ્સ ના દર્દીઓ માટે લખો રૂપિયાના ધુમાડા કરે છે  પરંતુ છેલ્લા ઘણા સમય થી નર્મદા જિલ્લા ના દર્દીઓ સાથે જાણે ઓરમાયું વર્તન કરાતુ હોય એમ સરકારની ગ્રાન્ટ પર ચાલતી એક એન જી ઓ ની કચેરી રાજપીપલા થી હટાવી અન્ય જિલ્લામાં લઈ જતા નર્મદા જિલ્લા ના અભણ ગરીબ દર્દીઓની હાલત ખરાબ થઈ રહી છે જેમાં અમુક દર્દીઓ ના મૃત્યુ પણ થઈ રહ્યા છે

આમ તો સિવિલ હોસ્પિટલ માં ચાલતા કેન્દ્ર માં જરૂરી તપાસ અને જાણકારી મળે છે પરંતુ મોટા ભાગના ગરીબ દર્દીઓ કે  જે ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય એવા દર્દીઓ પૈસા ના અભાવે રાજપીપલા કે બરોડા જતા નથી જેના કારણે જરૂરી જાણકારી ન મળતા અને એમની નિયમિત મરતા સુધી લેવાતી દવા પણ અધવચ્ચે બંધ કરી દેતા આવા દર્દીઓ અંતે મૃત્યુ પામતા જવા મળે છે ત્યારે હાલ નર્મદા જિલ્લા માં ૨૫૦ થી વધુ એચ આઈ વી ના દર્દીઓ છે જેમાંથી અગાઉના વર્ષો માં કેટલાક ના મૃત્યુ પણ થયા હતા ત્યારબાદ મ્ર્ત્યુ આંક  નહિવત હતો પરંતુ હાલ અમુક જાણકારી ના અભાવે નર્મદા માં દર્દીઓના  ફરી મૃત્યુ થતા જોવા મળે છે એ ગંભીર બાબત છે ત્યારે સરકારે આવા પછાત જિલ્લાઓ માં મોટા શહેરો કરતા વવવધુ તકેદારી રાખી યોગ્ય કામગીરી કરવી જોઈએ

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.ન.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY