કચ્છ ના અબડાસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલી વિરુધ્ધ આખરે સુરતમાં દુષ્કર્મ ની ફરિયાદ દાખલ કરાઈ

0
274

કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખ જયંતી ભાનુશાલી સામે આખરે સુરતની યુવતીએ સરથાણા પોલીસ સ્ટેશમ ખાતે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવી છે આ ૨૧ વર્ષિય યુવતી દ્વારા ગત તારીખ ૧૦ ના વરાછા વિસ્તારના પોલીસ મથકના પી.આઈ ને ઉદ્દેશીને કૉલેજમાં એડમિશન અપાવવાના નામે ગાંધીનગરનજીક કારમાં દુષ્કર્મ આચર્યું હોવાની તેમજ અશ્લીલ વિડોયો કલીપના આધારે જાતીય શોષણ કર્યું હોવાની અરજી જયંતિ ભાનુશાલી વિરુદ્ધ આપી હતી આ અરજી થયા પછી તટસ્થ તપાસના હિતમાં તેમના હોદ્દાપરથી રાજીનામું આપી દીધું હતું જો કે, તેના ત્રણેક દિવસ પહેલા આ બનાવમાં એકાએક વળાંક આવ્યો હતો અને યુવતીએ પોતે માનસિક સ્થિતિ યોગ્ય ન હોવાનું જણાવી તપાસ મુલતવી રાખવા પોલીસને અરજી પણ કરાઈ હતી તે પછી અચાનક આજે યુવતીએ જયંતી ભાનુશાલી વિરુધ્ધ સુરત ના સરથાણા પોલીસ મથકે કાયદેશર ફોજદારી ફરિયાદ દાખલ કરવાઈ છે. જેમાં આઈ.પી.સી ૩૭૬ સહિતની કલમો હેઠળ ફરિયાદ કરાઈ છે ત્યારે મેડિકલ ચેકઅપ કરાવવા યુવતીને લઇ જવાઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા કમીશ્નર કચેરી અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે ભાજપ અને જયંતિ ભાનુશાલી વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા આ બનાવના પગલે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને પીડિતાને ન્યાય મળેતેવી માંગ કરાઈ હતી તે સમય દરમિયાન યુવતીને કાર મારફતે ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લઈજવાઇ હતી જ્યા અમુક કલાક સુધી કેમેરાની સાક્ષીએ તેમનું નિવેદન લેવાયું હતું અને ત્યાર બાદ સરથાણા પોલીસ મથકમાદુષ્કર્મની ફરિયાદ નોંધાવાઈ હતી અને ચોંકાવનારા આક્ષેપો સાથે જણાવ્યું હતુંકે કાળા કાંચવાડી ગાડીમાં અમદાવાદ થી ગાંધીનગર જતા વચ્ચે હાઇવેપર આવતી વાડી વિસ્તારમાં ગાડી લઇ જવાઈ અને પીડિતાને ફેંકીદઇ તેનાપર છરીનીઅણી દુષ્કર્મ આચરાયું હતું તેટલાથી સંતોષ ન થતા ભાનુશાલીએ રૂપિયાનું જોર બતાવતા શક્તિ પ્રદર્શન પણ કર્યું હોવાની વાત કરતા જણાવાયુ હતુંકે તેમના માણસો ધાકધમકી કરી તે કોઈ જયંતિ ભાનુશાલીને ઓળખતી ન હોવાના લખાણ પર જબરજસ્તી પૂર્વક સહી કરાવી ગયાં હતાં અને પેન ડ્રાઇવ મોકલી આ જોઈ લેવા જણાવાયું હતું.જેમાં યુવતી સાથે આચરાયેલા દુષ્કર્મ ની કલીપ અને અશ્લીલ ફોટા હતા અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની પણ ધમકી આપી હતી ત્યારે પીડિતાને અમદાવાદ એરપોર્ટ પર આવેલ હોટલમાં બોલાવાઈ હતી ભાનુશાલી દ્વારા પીડિતાને જાનથી મારીનાખવા સહિતની ધમકીઓ આપવામાં આવી હતી એક તરફ વિશ્વાસ આપવામાં આવ્યોકે તું કહીશ તે કોલેજમાં તને એડમિશન અપાવી દઈશ ત્યારે બીજી તરફ બારમું ધોરણ પાસ કર્યુ અને ફેશન ડિઝાઇનિંગ ની શારી કોલેજ એડમિશન અપાવી દેવાના તેમના આશ્વાસન પર પીડિતા દ્વારા ક્યાંય એડમિશન માટે ટ્રાય ન કરી અને ભાજપ ના પૂર્વ પ્રદેશ પ્રમુખ,પૂર્વ જીલ્લા પ્રમુખ અને અબડાસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય એક ૨૧ વર્ષની યુવતીને મારી પાસે રોજ કેટલાય એડમિશન લેવા આવે છે ‘એમજ થોડાં એડમિશન થતા હશે’ તેવા તુચ્છ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તે ખરેખર દુઃખદ ઘટના ગણાય આખરે અનેક પડદા પાછળની અટકળો બાદ પીડિતા સામે આવી અને આપવીતી જણાવતા દુષ્કર્મ ની ફરિયાદ કરાઈ

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY