જે.સી.આઈ દ્રારા ત્રીદિવસીય સ્પીચ ક્રાફટ ૨૦૧૮નું આયોજન કરાયું….

0
461

જે.સી.આઈ ભરૂચ દ્રારા ત્રણ દિવસીય સ્પીચ ક્રાફટ ૨૦૧૮ નું આયોજન હોટલ શાલીમાર ખાતે કરવામાં આવ્યું હતું.

ગત રોજ તારીખ ૨૦/૪/૧૮ થી ૨૨/૪/૧૮ સુધી જે.સી.આઈ ભરૂચના યજમાન પદે નેશનલ સ્તરની સ્પીચ ક્રાફટ ૨૦૧૮ ને ભરૂચની હોટલ શાલીમાર ખાતે ખુલ્લી મુકવામાં આવી હતી.

આ સ્પીચ ક્રાફટ કાર્યક્રમમાં વડોદરા થી વાપી સુધીના કુલ ૩૫ જેટલાં જે.સી.આઈ સભ્યોએ ભાગ લીધો હતો.પ્રથમ ભરૂચના જે.સી.આઈ પ્રમુખ જે.સી સંકેત શાહ દ્રારા બધાજ સભ્યોનું શબ્દોથી સ્વાગત પ્રવચન કર્યું હતું આ ટ્રેનિંગના ચેરમેન તરીકે જે.સી રાકેશ હડવાની,તેમજ યજમાન ચેરમેન તરીકે રતન શર્મા અને મુખ્ય વક્તા તરીકે જે.સી સુનિલ બોરસેએ લોકોને ટ્રેનિંગ દરમ્યાન પોતાનામાં રહેલ વ્યક્તિ વિકાસ અને પોતાનામાં રહેલ કૌશ્યલને લોકોની સામે કેવી રીતે લાવી શકાય અને જે માણસ ચાર લોકોની વચ્ચે પોતની વાત કરતાં અચકાતો હોય ત્યારે આ ટ્રેનિંગ બાદ ૧૦૦ લોકોની વચ્ચે પોતાની વાત રજૂ કરી શકે તેવા ઉદેશ સાથે આ ત્રણ દિવસીય ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY