- નેત્રંગ,
ભરૂચ-નમઁદા જીલ્લાના વનવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકની ગરીબ પ્રજાની જીવાદોરી સમાન બલડવા, પીંગોટ અને ધોલી ડેમમાં પાણીના સ્તરમાં ઘરખમ ઘટાડો થઇ રહ્યો છે, જેમાં મળતી માહિતી મુજબ બલડવા ડેમમાં ૧૪૧.૨૩ મીટર, પીંગોટ ડેમમાં ૧૩૯.૫૩ મીટર અને ધોલી ડેમમાં ૧૩૪.૬૦ મીટર જેટલું પાણીનું સ્તર રહેલું છે, જેમાં સમયાંતરે ત્રણેય ડેમમાંથી ૪ થી ૬ સે.મી જેટલું પાણીના સ્તરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેથી નેત્રંગ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતી પ્રજાને આગામી સમયમાં ભારે હાલાકીનો સમાનો કરવો પડે તેમ છે.
જયારે બીજી બાજુએ નેત્રંગ તાલુકાની પ્રજાની જીવાદોરી સમાન બલડવા, પીંગોટ અને ધોલીમાં પાણીના સ્તરમાં થઇ રહેલા સતત ઘટાડાને પગલે આમ પ્રજા ચિંતાતુર જણાય રહીં છે.જેમાં આગામી સમયમાં પીવાના શુદ્ર પાણી સહિત સિંચાઇ માટે પુરતું પાણી પણ મળવું મુશ્કેલ જણાઇ રહ્યુ છે. જેમાં ઉનાળાની સિઝનમાં શેરડી, કેળ, પપૈયા, મગ અને ઘઉં જેવા પાકોમાં સિંચાઇ માટે પુરતું પાણી મળી રહે તેવી સ્થિતિ જણાઇ રહી નથી, જેથી ખેડુતોની દયનીય હાલત થઇ શકે છે. આમ પ્રજાએ અત્યારથી જ પાણીનો સદ્પયોગ કરે અને સાવચેતીથી વપરાશ કરે તેવી લોકમાંગ ઉઠી છે.
તંત્ર જો સત્વરે પાણી બચાવ માટે કોઇ નક્કર કામગીરી નહી કરે તો સ્થિતી ભયાનક બની શકે છે અને પાણીનો કકળાટ ચરમસિમાએ પહોચશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



