નર્મદા જિલ્લા પુરવઠા વિભાગની કચેરી માંથી જેતપુરની દુકાન બાબત ની માહિતી આપવા નન્નો ભણતા અધિકારીઓ …?!

0
188

જેતપુર ( વઘરાલી ) ની સસ્તા અનાજની દુકાન માં થોડા સમય પહેલા મામલતદાર દ્વારા કેસ કરાયા બાદ વધુ શું કાર્યવાહી કરી એ બાબતે જિલ્લા પુરવઠા નિરીક્ષક સહીત સ્ટાફ ગલ્લા તલ્લા કરી માહિતી ન આપી શું છુપાવવા માંગે છે …?

રાજપીપલા: થોડા દિવસો પહેલા ગરુડેશ્વર ના જેતપુર ( વઘરાલી ) ની પુરવઠા ની દુકાન પર ગરુડેશ્વર મામલતદારે રેડ કરી મોટી માત્રા માં કાળાબજાર નો જથ્થો સગેવગે કર્યાનો રીપોર્ટ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરવા રજુઆત કરતા  જિલ્લા પુરવઠા વિભાગે પગલાં લીધા અને બહાર થી જાણવા મળ્યા મુજબ આ દુકાન ના સંચાલક ઉમેશ પટેલ નો પરવાનો કાયમ માટે રદ કરી લાખો ના અનાજ બાબતે દંડ પણ કર્યો છે ,જોકે આ માટે સંચાલક અપીલ માં ગયો હોય કલેક્ટર દ્વારા હજુ ફાઈનલ નિ્ણય લેવાયો નથી તેમ પણ જાણવા મળ્યું હતું પરંતુ આ દુકાનદાર સામે શું કાયવાહી કરી એ બાબતે છેલ્લા ચારેક દિવસ થી જિલ્લા પુરવઠા નિરીક્ષક ચાવડા એ ફોન પર ગલ્લા તલ્લાં કરતા આજે એમની કચેરીની રૂબરૂ મુલાકાત લઈ અમારા પ્રતિનિધિએ માહિતી માંગતા ભાવેશ ચાવડા કામ હોવાનું જણાવી તેમનો સ્ટાફ માહિતી આપશે એમ કહી ઓફિસ માંથી ચાલ્યા ગયા બાદ સ્ટાફ ના એક મહિલા કર્મચારી એ બેસો શું માહિતી જોઈએ એમ જણાવી જિલ્લા પુરવઠા અધિકારી એન .યુ .પઠાણ સાહેબ નો ફોન લાગતો નથી એમને પૂછ્યા વગર માહિતી ન અપાય એમ જણાવતા થોડા સમય ત્યાં બેસવા છતાં પણ ન તો માહિતી મળી કે ન કોઈ ઉપરી અધિકારી ઓફિસ માં આવ્યા ત્યારે સ્પષ્ટ એમ લાગ્યું કે આ દુકાનદાર સામે થયેલી કાર્યવાહી બાબતે જિલ્લા પુરવઠા વિભાગ બાય બાય ચાયણી ની રમત રમી રહ્યું છે? શું ચોથી જાગીર ગણાતા પત્રકારો ને માહિતી આપવા તંત્ર ના અધિકારીઓ તેમની ફરજ ભૂલી ગયા કે અન્ય કોઈ સ્વાર્થ કે દબાણ ને વશ થઈ અધિકારીઓ દુકાનદાર ની કરતૂતો ઢાંકવા પ્રયાસ કરે છે …?

દુકાન નું સંચાલન કરતા અન્ય બે વ્યક્તિઓ ને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ..?!

તપાસ કરનાર મામલતદારે તેમના રિપોર્ટ માં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે દુકાન ના સંચાલક ઉમેશ પટેલ ભલે છે પરંતુ સંચાલન કરતા અન્ય બે પુરવઠા ની દુકાન ધરાવતા વ્યક્તીઓજ આ દુકાન નું સંચાલન કરતા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે શું આ કસુરવારોને બચાવવા નો પ્રયાસ થઈ રહ્યો છે …?!

જિલ્લા પુરવઠા અધિકારીએ કરેલ હુકમ કંઈક આ મુજબનો  છે એમ બિન સત્તાવાર સુત્રો પાસે થી જ જાણવા મળેલ પણ વિગત ની ખાત્રી કરવી જરૂરી હતી.જિલ્લા પુરવઠા અધિકારીએ ગત 26-2-18 ના કરેલા હુકમ મુજબ જેતપુર ની આ દુકાન માં કાળાબજાર નો મોટો જથ્થો સગે વગે કરાયો હોવાનું જણાતા દુકાનદાર ને 1.80 લાખ નો દંડ અને પરવાનો કાયમ માટે રદ કરવા જિલ્લા પુરવઠા અધિકારી એન યુ પઠાણે હુકમ કર્યો છે સાથે આ હુકમ થી કોઈ વાંધો હોય તો 30 દિવસ માં કલેક્ટર નર્મદા ને અપીલ કરી શકાય તેવો પણ ઉલ્લેખ કરાયો છે અને દુકાનદારે અપીલ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જો બહારના સુત્રોમાંથી આ માહિતી મળી શકતીહોય તો પુરવઠા વિભાગ કેમ માહિતી આપવામાં નન્નો ભણાવે છે …?!

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY